વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, ત્રણ દિવસ દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદી, દમણ ગંગા, પાર અને કોલક નદી પણ બે કાંઠે વહી રહી છે. સાથે જ વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડમાં રહેલી એનડીઆરએફની ટીમ પણ એક્શન મોડ પર આવી છે.

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં ૭૫૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી અને જાે જરૂર જણાય તો રાહત બચાવની કામગીરી કેવી રીતે કરવી તેના માટે એનડીઆરએફની ટીમે ઓરંગા નદીમાં એક મોક ડ્રિલનું આયોજન કર્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news