ACPC ડિપ્લોમા ટૂ ડીગ્રી (D to D) ઈજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષા (DDCET)ના અભ્યાસક્રમમાં સુધારો

અમદાવાદઃ ડીપ્લોમા ઈજનેરી/ફાર્મસી પછીના ડિગ્રી એન્જિનીયરિંગ//ફાર્મસી અભ્યાસર્ક્મોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં પ્રવેશ લેવા માટે ડીપ્લોમાંથી ડિગ્રી ઈજનેરી/ફાર્મસી બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)ના આધારે મેરીટ બનાવી પ્રવેશ ફાળવવા માટેની જાગવાઈ તા.૨૩.૦૮.૨૦૨૩ના ઠરાવ થકી કરવામાં આવ્યું છે. જે અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરીટ માટે ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)નાં આધારે પ્રવેશ ફાળવવામાં આવનાર છે.

ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)  માટે  ગુજરાત  ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો  અભ્યાસક્રમ જાહેર કર્યા બાદ આ અભ્યાસક્રમમાં કેમેસ્ટ્રી વિષયના અભ્યાસક્રમ અર્થે વિદ્યાર્થીઓની વિવિધ રજૂઆત  ગુજરાત  ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને પ્રવેશ સમિતિને મળેલ હતી. આ રજૂઆત અન્વયે ગુજરાત  ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ર્મ્ંજીની મિટિંગ અને DDCETની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અન્વયે વિદ્યાર્થીઓના હિતમાં આ  મુજબનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રવેશ સમિતિ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ૧૦૦ માર્ક્‌સના અભ્યાસક્રમમાં કેમેસ્ટ્રી (Chemistry)ના ૫૦ માર્ક્‌સ રાખવામાં આવેલ હતા. યુનિવર્સિટી તેમજ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લેતા વિદ્યાર્થીઓના હિતમાં  કેમેસ્ટ્રી (Chemistry)ના (ધોરણ ૧૦નો અભ્યાસક્રમ) અભ્યાસક્રમના ૨૦ માર્ક્‌સ રાખવામાં આવ્યા છે. આ સાથે Basic Chemistryના ૨૦ માર્કસ તથા Physicsના ૬૦ માર્કસ રાખવામાં આવ્યા છે.

વધુમાં આ પ્રવેશ બાબતે સરકારશ્રીના વખતો વખતના પ્રવેશ નિયમોને આધીન કાર્યવાહી કરવાની રહેશે. વધુમાં સિલેબસની કોપી અને અન્ય આનુસંગિક માહિતી પ્રવેશ સમિતિની વેબસાઇટ https://acpc.gujarat.gov.in/ઉપર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેને દરરોજ જોવાની સલાહ આપવામાં આવે છે. સમિતિની ૨૪ કલાકની હેલ્પ લાઇન ૦૭૯-૨૬૫૬૬૦૦૦ પર સંપર્ક સાધી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news