વિસનગરના કાંસામાં ગટરના ગંદા પાણી ભરાવાથી રહિશો પરેશાન
વિસનગરમાં આવેલ કાંસા.એન. એ વિસ્તારમાં પાણી ન બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું હતું. કાંસા.એન. એ વિસ્તારની ગુરુકુળ રોડ તરફથી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જે વરસાદી પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જવાથી રહેવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. તો કાંસા.એન.એ વિસ્તારની બાલાજી નગર સોસાયટીમાં ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. વરસાદી પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જતાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે.
પાણી ભરાવાથી સોસાયટીમાં વ્યવસાયે જવા માટે પણ લોકોને હાલાકી ભોગવી રહ્યા છે. તેમ છતાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બાલાજી નગર સોસાયટી સ્થાનિક ચાવડા પ્રકાશભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ કે દસ વર્ષથી અમારે ચોમાસામાં આ જ પ્રોબ્લેમ આવે છે દર વખતે આ પાણી ભરાય છે.
આ ગટરનું ગંદુ પાણી આજુબાજુની બધી સોસાયટી જાય છે. જેની બહારની સોસાયટી જ્યાં બીજી બાજુ રામદેવપીર તેમજ વિક્રમ બાજુની સોસાયટીઓ બધું પાણી અમારા ત્યાં આવે છે મારે દુકાન છે પણ દુકાન જવું પડ્યું નથી કારણ આ પાણીમાં જાય કોણ? આ બાજુના બધાને આજ પ્રોબ્લેમ રહે છે. જ્યારે કોરું હોય ત્યારે તપાસમાં આવે છે અને આવીને જતા રહે છે. જોઈને આ બધો સર્વે કરે છે એમાં શું કરવું શું ના કરવું એવી બે ત્રણ વાતો કરીને જતાં રહે છે. પણ એનો હજુ સુધી કોઈ નિકાલ કરતા નથી. દર વર્ષે ચોમાસામાં આ પ્રોબ્લેમથી અમે ત્રસ્ત થઈ ગયા છીએ.