સાબરમતી નદીમાં વધુ TDS અને કલરવાળું એફલ્યુંટ છોડાઈ રહ્યા હોવા નો ગુજરાત હાઇકોર્ટમાં રજૂ થયેલ રિપોર્ટ

જીપીસીબીના ક્ષેત્રીય અધિકારીઓની રહેમ નજર હેઠળ સુએજ ફાર્મ બહેરામપુરા રોડ પર ના ટેક્સટાઇલ એકમો મંજૂરી વગર બંધ બારણે કાર્યરત ?

 

સાબરમતી નદીમાં ગંદકી અને પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેર હિતની રીત અરજીની ગત સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ એ જોઇન્ટ ટાસ્ક ફોર્સને ચકાસણી કરી માસિક રિપોર્ટ આપવા જણાવેલ, જે અનુસાર જોઈન્ટ ટ્રાન્સપોર્ટ દ્વારા તેમનો રિપોર્ટ હાઇકોર્ટના રેકર્ડ પર રજૂ કરવામાં આવ્યો હતો. જોઈન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા શહેરના સાત સીઈટીપી ની ચકાસણી કરવામાં આવેલ, જેમાં ટ્રીટેડ પાણીમાં ટીડીએસનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં વધેલું જણાયું . આ ટ્રીટેડ પાણીમાં કલર પણ વધુ આવે છે અને પાણી સાબરમતી નદી માં ભળી જાય છે..

GPCB  દ્વારા દર મહિને ચકાસણી કરવામાં આવે છે અને રિપોર્ટ પણ રજૂ કરાય છે .તેથી જોઈન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા દર ત્રણ મહિને રજૂ થશે તો યોગ્ય રહેશે તે અનુસારની વિનંતી કોર્ટ સહાયક દ્વારા કરવામાં આવેલ. જે વિનંતી હાઇકોર્ટે ગ્રાહ રાખી હતી

સાબરમતી નદીમાં ઔદ્યોગિક ધંધા પાણીમાં કલરનું ઓછું પ્રમાણ દર્શાવે છે કે ટેક્સટાઇલ ઉદ્યોગો દ્વારા ઔદ્યોગિક પ્રક્રિયામાં નીકળતા ગંદા પાણીને ટ્રીટ કર્યા વગર સીધું સાબરમતી નદીમાં નાખવામાં આવી રહેલ છે. સુએજ ફાર્મ બહેરામપુરા રોડ પર આવેલ ટેક્સટાઇલ એકમોને જીપીસીબી દ્વારા નોટિસ આપેલ હોવા છતાં બંધ બારણે તેઓનું પ્રોડક્શન ચાલુ હોવાનું ચર્ચાઇ રહેલ છે. આ અંગે જીપીસીબીના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

હાલમાં સોશિયલ મીડિયામાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સિદ્ધાર્થ પોલીમર પ્રાઇવેટ લિમિટેડ ને ગેરકાયદેસર રીતે નાખવામાં આવેલ પાઇપલાઇન અંગે આપવામાં આવેલ નોટિસ વાયરલ થઈ રહેલ છે. જેમાં સ્પષ્ટપણે જણાય છે કે અન્ય કોઈ એકમનું ટાઈપ કરેલ નામ કાઢીને હાથથી સિદ્ધાર્થ પોલીમર પ્રાઇવેટ લિમિટેડ નું નામ લખેલ જણાય છે ,જેમા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડ માં પીપલજ રોડ પર અશોક હોટલની સામેના મશીન હોલ માંથી ગેરકાયદેસર રીતે નાખવામાં આવેલ એચડીપીઇ પાઇપલાઇન તાકીદે બંધ કરવા જણાવેલ છે, આ ઘટના અંગે જીપીસીબી દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય તે જાણવામાં આવેલ નથી. આ અંગે જીપીસીબીના સ્થાનિક અધિકારીઓ દ્વારા મૌન સેવવામાં આવેલ છે

 

 

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news