રિલાયન્સ જામનગરમાં બનાવશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
સિંગાપુર કરતાં મોટું ઝૂ બનશે જામનગરમાં
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવા જઈ રહી છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. બન્ને સરકારો પાસેથી મંજૂરી મળ્યા બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨૮૦ એકરમાં વિશ્વના સૌથી મોટા ઝૂ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા મુજબ, કોરોના મહામારીના કારણે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થયો છે. જોકે હવે તેને ૨ વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ ઝૂને ગ્રીન્સ ઝૂલૉજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ” તરીકે ઓળખવામાં આવશે.