રાજકોટવાસીઓ આનંદોઃ સૌની યોજનામાંથી ૩૦૦ ક્યુસેક નર્મદાનું પાણી અપાશે
રાજકોટવાસીઓ માટે સૌથી સારા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ચારે બાજુ વરસાદી માહોલ જામ્યો છે એવામાં રાજકોટમાં હજુ પણ વરસાદ ખેંચાતા લોકોને માટે સર્જાતી પીવાના પાણીની સમસ્યા વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ શહેરમાં નર્મદાનું ૩૦૦ ક્યુસેક પાણી આપવાનો મહત્વનો ર્નિણય કર્યો છે. જેમાં રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે ૩૦૦ ક્યુસેક પાણી પહોંચાડવા મુખ્યમંત્રી રૂપાણીએ સૂચના આપી છે.
તદનુસાર રવિવાર સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.સૌની યોજના અંતર્ગત રાજકોટ ના ન્યારી ડેમ માં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમ માં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.