જામનગરમાં વરસાદના કારણે જળબંબાકાર, લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ તૂટી
જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. જામનગર શહેરમાં બે કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જામનગરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. લાખોટા તળાવ પાસે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે લાખોટા તળાવની પ્રોટેક્શન દીવાલ તૂટી ગઇ છે. ૧૮ મીટર લાંબી દીવાલ તૂટીને તળાવમાં પડી છે. દુર્ઘટનાને ટાળવા રસ્તો બંધ કરાયો છે. તળાવની આસપાસ ધુમ્મસ જેવો માહોલ છે.