કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ – ગુજરાત દ્વારા AMA ખાતે આયોજિત કાર્યક્રમ “Reel v/s Real Interaction Significance of Relationship”

અમદાવાદઃ કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ ગુજરાત (CAG) દ્વારા આજના સાંપ્રત સમયમાં જ્યારે ફેસબુક, વોટ્સએપ, ફેસટાઇમ, ઇન્સ્ટાગ્રામ જેવા શોશિયલ મીડિયાના વધારે પડતાં ઉપયોગના કારણે વ્યક્તિ એકબીજાથી પ્રત્યક્ષ રીતે (ફેસ ટુ ફેસ) મળવાનું જ્યારે ઓછું થઈ રહ્યું છે તેવા સમયે આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અલગ-અલગ ઓર્ગેનાઇઝેશનમાં કોર્પોરેટ અફેર્સ ફિલ્ડમાં જોડાયેલ મેમ્બરો વચ્ચે ઇન્ટરએક્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી-મોટી કંપનીઓ તેમજ કોર્પોરેટ અફેર્સ ક્ષેત્ર સાથે જોડાયેલ 70થી પણ વધુ સભ્યોએ હાજરી આપેલી. આ કાર્યક્રમની શુભ શરૂઆત અંધજન મંડળના બાળકોની સુંદર પ્રાથના દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનુ સમગ્ર સંચાલન યુવરાજસિંહ જાડેજા – વેલ્સપન ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતુ. હાજર રહેલ દરેક સભ્યોનું શાબ્દિક સ્વાગત સુનિલ પટેલ દ્વારા કરવામાં આવ્યા બાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા કેશવ કુમાર (નિવૃત આઇપીએસ) તથા ડૉ.સાવન ગોડિયાવાલાનું પુષ્પગુચ્છ અને ભેટ દ્વારા સ્વાગત નિરમા ગ્રુપના આશિષ દેસાઇ  અને કામેન્દુ એશોસિયેટસના કામેન્દુ જોશી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સાથે કેશવ કુમાર સાહેબના ધર્મપત્નીનું પણ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

કામેન્દુ જોશી દ્વારા સૌ પ્રથમ કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશવ કુમાર (નિવૃત આઇપીએસ)નો વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ – ગુજરાત (CAG) વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ગ્રૂપમાં કુલ 170 કરતાં પણ વધુ સભ્યો કાર્યરત છે અને આ ગ્રૂપના સભ્યો દ્વારા સરકાર તેમજ કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચે સેતુરૂપી ભૂમિકા ભજવવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી ગુજરાત રાજયમાં CAG ગ્રૂપ દ્વારા બધાને ગ્રૂપમાં જોડવાની કાર્યવાહી ચાલી રહેલ હતી અને હવે ભવિષ્યમાં આ ગ્રૂપ એક લીગલ ઓળખ સાથે રજીસ્ટ્રેશન કરાવીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરશે તેવું જણાવવામાં આવ્યું હતુ, સાથે સાથે ગુજરાત રાજ્ય જ્યારે ઔધોગિક હબ બની રહ્યું છે ત્યારે ભવિષ્યમાં રાજયમાં આવનારી નવી નવી ઇન્ડસ્ટ્રીઝને પણ આ ગ્રૂપ દ્વારા પ્રાથમિક અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

આ સિવાય ગ્રૂપના કોઈ પણ સભ્યને ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં કોઈ પણ પ્રકારે કામમાં મદદની જરૂર પડે ત્યારે આ ગ્રૂપ દ્વારા મદદ કરવામાં આવશે. સાથે સાથે સરકાર દ્વારા રાજ્ય અને દેશના વિકાસ માટે જે નીતિઓ ઘડવામાં આવે છે તેમાં ગ્રૂપ દ્વારા સકારાત્મક સૂજવો આપવામાં આવશે કે જેથી વધુ સારી રીતે પોલિસી ઘડતર થઈ શકે. આ સિવાય રોજબરોજના કામોમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ આ ગ્રૂપ તરફથી રજૂઆતો કરીને તેનું સમાધાન થાય તેવા કાર્યો હાથ ધરવામાં આવશે.

ત્યાર બાદ આજના આ કાર્યક્રમમાં CAG ગ્રૂપના દરેક સભ્યોએ પોતાનો ટૂંકમાં પરિચય આપ્યા બાદ આશિષ દેસાઇ – નિરમા ગ્રૂપ, કામેન્દુ જોશી- સિનિયર કન્સલ્ટન્ટ, આશિષ જોશી- નિરમા ગ્રૂપ, કિરણસિંહ રાઠોડ- એમજી મોટર્સ દ્વારા માર્ગદર્શન અને પ્રતિભાવો રજૂ કરવામાં આવેલા.

ત્યાર બાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશવ કુમાર (નિવૃત આઇપીએસ) દ્વારા ગ્રૂપના સભ્યોને પોતાના રોજિંદા કામકાજમાં ખુબજ જરૂરી એવા વિષય “Effective Communication” પર ખૂબ સુંદર રીતે પ્રેઝેન્ટેશન આપવામાં આવેલ. કેશવ કુમાર દ્વારા પોતાના વક્તવ્ય દરમિયાન ખૂબ જ હળવી શૈલીમાં માઇન્ડ રીડિંગ, કામ પ્રત્યેની તત્પરતા, કોમ્યુનિકેશન ગેપ વગેરે જેવા મુદ્દાઓ પર ઓડિયો અને વિડીયો દ્વારા ર્માંર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કેશવ કુમાર દ્વારા પોતાના 35 વર્ષના (આઇપીએસ) પોલીસ તરીકેના બહોળા અનુભવોના અને પોતાની સાથે બનેલા પ્રત્યક્ષ કિસ્સાઓ દ્વારા સારા કોમ્યુનિકેશનની કેટલી અગત્યતા છે તે વિશે સમજ આપવામાં આવી હતી. તેમના દ્વારા અલગ અલગ ફિલ્મોની ક્લિપ બતાવીને તેમાંથી સુંદર મેસેજ પણ આપવામાં આવ્યો હતો. તેમજ સાથે સાથે ગ્રૂપ મેમ્બર્સને પ્રેક્ટિકલ કરાવીને લર્નિંગ એન્ડ હિયરિંગ વચ્ચેનો તફાવત ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યો હતો. આમ કેશવ કુમાર દ્વારા રોજિંદા જીવનમાં ખુબ અગત્યતા ધરાવતા મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ત્યાર બાદ આ કાર્યક્રમના બીજા મુખ્ય મહેમાન કે જેઓ AMAના પ્રેસિડેંટ, CA, અને IIMમાં ફેકલ્ટી તરીકે કાર્યરત છે એવા ડૉ. સાવન ગોડિયાવાલા દ્વારા Environmental, Social, and Governance (ESG) પર ટૂંકમાં પરંતુ ખૂબ જ અગત્યનું વક્તવ્ય આપવામાં આવ્યું હતુ. તેમણે જણાવેલ કે આપણી આવનારી પેઢી માટે દરેક વ્યક્તિએ આ મુદ્દાને ધ્યાને રાખીને રહેવું જરૂરી છે. હાલના સમયમાં પર્યાવરણીય બાબતે આપણે ખૂબ જ કામ કરવાની અને પર્યાવરણ સંરક્ષણ માટે આપણાં રોજિંદા જીવનમાં તેને વણી લઈને જીવવું અનિવાર્ય બની ગયું છે.

ત્યાર બાદ આ કાર્યક્રમના સમાપનમાં ટાટા ગ્રુપના પરેશ ટાંક દ્વારા આભાર વિધિ કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમમાં પધારેલા મુખ્ય મહેમાનો, અંધજન મંડળના બાળકોની સુંદર પ્રાર્થના માટે તેમજ સમગ્ર કાર્યક્રમમાં જે પણ સભ્યોએ મહેનત કરેલી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને CAG ગ્રૂપના આવા કાર્યક્રમોના પ્રણેતા એવા દશરથ પ્રજાપતિ (Ex-RIL&UPL)નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, તેમજ આજના કાર્યક્રમમાં ખુબ દૂર દૂરથી ઉપસ્થિત રહેલા સભ્યોનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. આ સાથે AMA દ્વારા પૂરી પાડવામાં આવેલ વ્યવસ્થા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં ઉપસ્થિત દરેક સભ્યો દ્વારા રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોએ મહેમાન સાથે નેટવર્કિંગ લય કરવા સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતુ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news