CAPSI અને SAGના બેનર હેઠળ અમદાવાદ ખાતે પ્રાઇવેટ સિક્યુરિટી દિવસની ઉજવણી કરાશે
અમદાવાદ : તારીખ 4 ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પ્રાઇવેટ સિક્યુરિટી દિવસની ઉજવણી કરવામાં આવશે. CAPSI અને SAGના બેનર હેઠળ આ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી પાછળ કોવિડ 19ની બિહામણી પરિસ્થિતિ દરમિયાન દર્શાવેલા અપાર સમર્પણ અને હિંમતભર્યા પ્રદર્શન કરનારા તમામ પ્રાઇવેટ સિક્યુરિટી કર્મચારીઓને ઓળખ આપી પુરસ્કૃત કરવાનો રહેલો છે.
“પહેલા ફરજ” આ મંત્ર તમામ પ્રાઇવેટ સિક્યુરિટી કર્મચારીઓ અને દિવસ-રાત તેમનું વ્યવસ્થાપન કરતી કંપનીઓ ધરાવે છે. આ તમામ પ્રાઇવેટ સિક્યુરિટી કર્મચારીઓની ફરજને તબીબો, નર્સિંગ સ્ટાફ, કેરટેકર્સ અને પોલીસ દળની સમકક્ષ ગણવામાં આવે તો પણ કોઇ અતિશયોક્તિ નથી.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગારના માનનીય મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના વાઇસ ચાન્સેલર ડૉ. બિમલ પટેલ ઉપસ્થિત રહેશે. એસએજીના પ્રેસિડેન્ટ અને કેપ્સીના વાઇસ ચેરમેન શ્રી વિક્રમ મહુરકર, કેપ્સી ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ ડૉ. સમીર ત્રિવેદી, સિક્યુરિટી એસોસિએશન ગુજરાતના ખચાનચી શ્રી આર.કે ચતુર્વેદી સહિત SAG અને CAPSIની અન્ય સભ્યો તથા અન્ય પ્રાઇવેટ સિક્યુરિટી કંપનીઓની પ્રતિનિધિઓ અને સુરક્ષા કર્મચારીઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.