રાજકોટ જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા
રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં સીંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા છે. તો શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગના મોટાપાયે દરોડા પાડ્યા છે. તો જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરની તેલની ૩ પેઢીઓમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે તેલના ૨૪ નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા છે.
રાજ્યના ફૂડ વિભાગના આદેશથી આરોગ્ય વિભાગની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે. તો બીજી તરફ અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં પાણીના પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લીધુ છે.