હવે અમદાવાદમાં બર્ડ ફ્લૂઃ મણિનગરમાં આકાશમાંથી બગલો પટકાતા મોત

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના મણિનગરમાં ગોરના કુવા નજીક આકાશમાંથી ઉડતો બગલો અચાનક નીચે ઢળી પડતા લોકો પણ ભયભીત બન્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મણિનગરની કૈલાશવનની સામે ખારીકટ કેનાલ નજીક આવેલ કર્મભૂમિ સોસાયટીના રહેણાંક બંગલા નજીક એક ઉડતો બગલો અચાનક ઢળી પડ્યો હતો. જેમાં ઘટના સ્થળે જે બગાલનું મોત થતાં કર્મભૂમિના રહીશોમાં બર્ડ ફ્લૂને લઈને ફફડાટ ફેલાયો છે.

આ અંગે સ્થાનિકોએ ૧૯૬૨ હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરવામાં આવતા તેમણે મૃત્યુ પામેલા પક્ષી માટે આવવાની અસમર્થતા દર્શાવી એએમસીના તંત્રને જાણ કરવાની સલાહ આપી હતી. આખરે સ્થાનિકોએ વિસ્તારના અગ્રણી આગેવાન થકી એએમસી સુધી પોતાની વાત પહોંચાડી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news