ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને કોરોનાનો ચેપ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે તેમને ભારે તાવ આવ્યો છે. આ માહિતી તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે આપી છે. ઉત્તર કોરિયાનું માનવું છે કે દક્ષિણ કોરિયાથી આવતા પેમ્ફલેટના લીધા ઉત્તર કોરિયામાં કોવિડ ફેલાયો છે. કિમ યો જોંગે આરોપ લગાવ્યો કે દક્ષિણ કોરિયાની કઠપુતળીઓ બલૂન દ્વારા સરહદ પાર ગંદી વસ્તુઓ મોકલે છે અને તેની સાથે પેમ્ફલેટ મોકલે છે. કિમ યો જોંગે પોતાના ભાઈની તબિયત ખરાબ હોવા અંગે કહ્યું કે તેમનો ભાઈ ઉત્તર કોરિયાનો મોટો સપુત છે, કારણ કે આ દેશ પોતાના નેતા અંગે ક્યારેય ખરાબ કોમેન્ટ કરતો નથી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની તબિયત તાવને લીધે ખૂબ ખરાબ છે. તેમ છતાં મારો ભાઈ એક ક્ષણ માટે નિરાંતે સુઈ શક્યો નથી,કારણ કે તેમને પોતાના દેશના લોકોની ચિંતા છે.