ન્યૂયોર્કમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, ‘સ્કિપ ધ સ્ટફ’ કાયદો અમલમાં આવ્યો
ન્યૂયોર્ક: અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર ન્યૂયોર્કમાં ટેકઆઉટ ઓર્ડરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવા નિયમો હેઠળ, શહેરમાં રેસ્ટોરન્ટ્સ અને ડિલિવરી સેવાઓને ટેકઆઉટ અને ડિલિવરી ઓર્ડરમાં પ્લાસ્ટિકના વાસણો, મસાલાના પેકેટ, નેપકિન્સ અથવા વધારાના કન્ટેનર પ્રદાન કરવાની મંજૂરી નથી સિવાય કે ગ્રાહકો તેમની માંગ ન કરે. આનો અર્થ છે કે રેસ્ટોરન્ટ હવે ગ્રાહકની વિનંતી વિના પોતાની રીતે પ્લાસ્ટિક કંટેનર, ચાકૂ અને કાંટા, મેયોના પેકેટ, ડ્રેસિંગ અને સાથે કેચપને શામેલ નહીં કરી શકે.
સિંગલ-યુઝ પ્લાસ્ટિક વેસ્ટને ઘટાડવાના હેતુથી નવા પગલાં આ વર્ષની શરૂઆતમાં ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ દ્વારા હસ્તાક્ષર કરાયેલા ‘સ્કિપ ધ સ્ટફ’ કાયદા હેઠળ અમલમાં આવ્યાં છે.
નિયમો માટે ચેતવણીનો સમયગાળો જૂન 30, 2024 ના રોજ સમાપ્ત થાય છે, પછી ઉલ્લંઘન માટે દંડ જારી કરવામાં આવશે. પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓને પ્રથમ ગુના માટે US$50, બીજા માટે $150 અને ત્રીજા માટે $250 નો દંડ કરવામાં આવશે.