એક જ વરસાદમાં અમદાવાદમાં ૩૦થી વધુ ઝાડ પડ્યા
તૌકતે વાવઝોડાને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે થયેલા સામાન્ય વરસાદમાં શહેરમાં ૩૦ ઝાડ ધરાશાયી થયા છે. જેમાંથી મોટા ભાગના શહેરના મધ્ય ઝોનમાં એટલે કે કોટ વિસ્તારમાંથી પડ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ આંકડા માત્ર અમદાવાદ ફાયર વિભાગને આવેલા કોલને આધારે છે.
મહત્વનું છે કે ગીતા મંદિર પાસે આવેલા પઠાણની ચાલી પાસે એક મકાન ઉપર ઝાડ પડતા દીવાલ ધરસાઈ થઈ હતી. જાે કે સદ્ભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ ઉપરાંત પાલડી, જમાલપુર, બહેરામપુરા, ગીતામંદિર પાસે પણ ઝાડ પડ્યા હતા. જાે કે ફાયર વિભાગે આ માટેનો કોલ મળતા રેસ્ક્યુ ટીમે ઝાડને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગ્રીરી કરી હતી.