૧.૨૦ લાખ ટનથી વધુ કચરો જૂનાગઢમાં તળેટી ક્ષેત્રમાંથી એકઠો કરાયો

સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી


જૂનાગઢ: જૂનાગઢમાં લીલી પરિક્રમાના માર્ગ પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે. જેના પગલે લાખો ટન કચરો એકઠો થાય છે. ગિરનાર જેવા જંગલ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જેવો કચરો પ્રકૃતિ માટે ઘાતક બની શકે છે આવા સમયે સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી છે. તળેટી ક્ષેત્રમાં ૧.૨૦ લાખ ટનથી વધુ કચરો એકઠો કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ મનપા અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પણ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહી છે. ૩૦ નવેમ્બર સુધીમાં ૩૬ કિલોમીટરના પરિક્રમા માર્ગમાં સંપૂર્ણ સફાઈ થઈ જશે તેવું અનુમાન છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news