હવામાન વિભાગની આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે. રોપવે સેવા બંધ થઇ જતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવું પણ કહેવામાં આવ્યું કે કો પવનની ગતિ ધીમી થતા આ સેવા ફરી શરૂ કરવામાં આવશે.