હવામાન ખાતાની આગાહી, દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
આખા દેશમાં હવામાનમાં ઉતાર-ચઢાવ ચાલુ છે, ભારતી હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે દેશમાં ફરી એકવાર પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ ગયું છે, જેના કારણે દેશના કેટલાય રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા બની છે, તેમણે કહ્યું કે આગલા ૨૪ કલાક દરમ્યાન ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદની આશંકા છે માટે હવામાન ખાતાએ અહીં અલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી-એનસીઆરનું વાતાવરણ બદલાશે, આગલા બે દિવસો સુધી દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. પાકિસ્તાન ઉપર એક ચક્રવાતી સંચલન સક્રિય છે જેની અસર કાશ્મીર અને તેની નજીકના રાજ્યો પર થઈ રહી છે અને આ કારણે ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ થવાના અણસાર છે. હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ જાેરદાર વરસાદના અણસાર છે.
પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના કેટલાય વિસ્તારોમાં હવામાનમાં પરિવર્તન સંભવ છે. આજથી લઈ આગલા ત્રણ દિવસ માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ બંગાળમાં પણ જોરદાર રીતે વાદળો વરસી શકે છે માટે અહીં પણ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદના અણસાર છે.
જ્યારે સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદના અણસાર છે.