ખેડા જિલ્લામાં માવઠાની અસર જોવા મળી

કમોસમી વરસાદને કારણે રોડ રસ્તાઓ પણ ભીના થયા હતા. નગરજનો ખાસ કરીને નોકરીએ જતા વર્ગને ન છુટકે વરસાદમાં ભીંજવી જવુ પડ્યું હતું. તો કેટલાક લોકોએ તો વળી રેઈનકોટ અને છત્રીનો પણ સહારો લીધો હતો.

જોકે, વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં પુનઃ ઠંડીનો અનુભવ થયો હતો. આવી સ્થિતિ સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી.ખેડા જિલ્લામાં  વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

ખેડા જિલ્લામાં  સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો સામાન્ય વધી ગયો હતો. જેના કારણે ઠંડીની નહિવત અસર જોવા મળી હતી. વાતાવરણ વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા માણી હતી. તો બીજી તરફ ખેતી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે. ખાસ કરીને જીલ્લામાં જે ખેડૂતો શિયાળુ પાકના વાવેતર કરી રહ્યા છે તેમને વારંવાર પલટાતા વાતાવરણને કારણે ચાલુ વર્ષે ભારે નુકસાન થઈ રહ્યું હોવાનુ જણાવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news