ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના સ્વચ્છતા ને લઈ ઘણા પગલાંઓ
ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના કચરો (સ્વચ્છતા)ને લઈ ઘણા પગલાંઓ ભર્યા છે અવાર-નવાર શહેરમાં સ્વચ્છતા માટે કાર્યો કર્યા છે અવ નવી પદ્ધતિઓ લાવી છે તેમ છતાં એજન્સીઓ દ્વારા તો ક્યાક અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતા મ્યુનિસિપલ કમિશ્નર જાત તપાસ માટે સુઘડ ગામમાં ગયા હતા. તે સમયે રસ્તાની બાજુમાં કચરાનો ઢગલો જોવા મળતા કમિશ્નર દ્વારા જવાબદાર અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે જેસીબી સહિતના સાધનોથી કચરો સાફ કરી દેવામાં આવ્યો હતો.