મણિપુરના ઉખરૂલની ધરતી ફરીથી ધ્રુજી, ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરૂલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના ઉખરૂલ જિલ્લામાં સોમવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ ૨૦ કિલોમીટર હતી. આ પહેલા બંગાળની ખાડીમાં જીજાંગ, તિબેટ અને મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દરમિયાન મંગળવારે આંદામાન સમુદ્રમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS  અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે ૩.૩૯ વાગ્યે આવ્યો હતો અને તે ૯૩ કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. સોમવારે વહેલી સવારે બંગાળની ખાડીમાં ૪.૪ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

NCS, જે દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી છે, તેણે કહ્યું કે ભૂકંપ ૭૦ કિમીની ઊંડાઈએ નોંધાયો હતો. NCS અનુસાર, મંગળવારે વહેલી સવારે આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ ૯૩ કિમી હતી. આ ભૂકંપ ૩:૨૯ મિનિટ ૩૦ સેકન્ડ પર આવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news