હવામાં જંતુઓ હોય છે તે શોધનાર સૌથી પહેલા વિજ્ઞાની લૂઈ પાશ્વર

લૂઈ પાશ્ચરનો જન્મ ૨૭/૧૨/૧૮૨૨ના દિને ફ્રાંસના જ્યુરી પ્રાંતના ડોલે નામક નાનાં એવા શહેરમાં થયો હતો. તેઓના પિતાશ્રી વ્યવસાયે ચમાર હતા. તે યુગ તેવો હતો કે ત્યારે સૌએ શસ્ત્રો રાખવા પડતાં હતાં. તેઓ નેપોલિયનના આરાધક હતા. નેપોલિયનનાં પતન પછી ફ્રાંસમાં રાજાશાહી આવી ત્યારે તેઓ લૂઈ ૧૮માના સૈન્યમાં જોડાયા હતા. તેઓનાં ઘરે લૂઈ પાશ્ચરનો જન્મ થયો હતો. તેઓના જન્મ પછી પાશ્ચર કુટુમ્બ આરબોંઈસમાં સ્થિર થયું. ત્યાં લૂઈએ પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૮૩૮માં તેઓને પેરીસ અભ્યાસાર્થે મોકલવામાં આવ્યા, ત્યાં એકલતા લાગતાં પાછા આરબોઈસ આવ્યા પરંતુ તેમની જ્ઞાાન-પિપાસા એટલી તીવ્ર હતી કે તેઓ ફરી પાછા પેરીસ અભ્યાસાર્થે ગયા અને રૉયલ કોલેજ ઓફ બીસનકોઈનમાં જોડાયા. જ્યાં ફીઝીક્સ-કેમીસ્ટ્રી સાથે સ્નાતક અને સ્નાકોત્તર અભ્યાસમાં રત બન્યા.

તે દરમિયાન તેઓ મહાન રસાયણશાસ્ત્રી જે.બી. ડુમાના સંપર્કમાં આવ્યા, જેઓ તેમના અધ્યાપક પણ હતા. તેઓને ડીજોનમાં પ્રોફેસરશિપ મલી. ત્યારે ફીઝીક્સના પ્રોફેસર તરીકે નિયુક્ત કરાયા પરંતુ પછીથી તુર્ત જ કેમીસ્ટ્રી વિભાગમાં પ્રોફેસર તરીકે નિયુક્ત કરાયા. ત્યાં અન્ય મહાન રસાયણ શાસ્ત્રી જે.જે. બીયોટ તેઓના અધ્યાપક હતા. તેમણે પાશ્ચરની શક્તિ પારખી. પાશ્ચર તેમના પ્રિય શિષ્ય બની રહ્યા. તેમણે વિજ્ઞાાન વિશે પાશ્ચરને કહ્યું હતું કે, ”હું વિજ્ઞાાનને એટલું ચાહું છું કે તેથી જ મારું હૃદય ધબકી રહ્યું છે.” કાચના નળાકારમાં એક રસાયણ ભરી તેમાંથી પ્રકાશ (પોલેરોઈડ પ્રકાશ) પસાર થતાં જમણી બાજુએ વળતો તો સૌએ જોયો હતો. પરંતુ તેવા જ બીજો નળાકાર કે જેમાંથી પોલેરોઈડ-રેઝ પસાર થાય ત્યારે ડાબી બાજુએ વળે છે. તે પણ સૌ વૈજ્ઞાાનિકો જાણતા હતા. પરંતુ જ્યારે તે બંને ટયુબ એક સાથે જોડવામાં આવે ત્યારે જે નળાકારમાંથી પોલેરોઈડ-રેઝ ડાબી બાજુ વળવા જોઈએ તેને બદલે સીધાં જ બહાર જતા હતાં. આ કોયડો વિજ્ઞાાનીઓને મુંઝવતો હતો. પાશ્ચરે પણ તે પ્રક્રિયા ફરી ફરી તપાસી પછી જણાવ્યું કે ‘વાસ્તવમાં પહેલી ટયુબમાંથી પસાર થયેલાં પોલેરોઈડ-રેઝ જમણી બાજુ તો વળે છે, પરંતુ તેની સાથે જોડેલી ટયુબમાંથી તે પસાર થાય છે ત્યારે તે કિરણોનું રાઈટ ડાઈવર્ઝન નલીફાઈ થઈ જાય છે. (તેમનો જમણી બાજુનો વળાંક બીજી ટયુબમાં ‘નલી-ફાય’ થાય છે) તેથી તે કિરણ સીધું જ જતું હોવા મળે છે.” આ સાથે લૂઈની રસાયણશાસ્ત્રી તરીકેની ખ્યાતિ પ્રસરી રહી. ત્યાર પછી તેઓ સ્ટ્રેસબર્ગમાં સ્થિર થયા. ત્યારે ફ્રાંસના રાજવી પદે નેપોલિયન ૩જો હતો. તે સ્ટ્રાસબર્ગની મુલાકાતે આવ્યો ત્યારે નગરજનો ઉત્સવઘેલા બની રહ્યા હતા. પરંતુ લૂઈ તો તેમના પ્રયોગોમાં વ્યસ્ત હતા. ત્યારે તેમનું નામ રાજવી સુધી પહોંચી જ ગયું હતું. લૂઈને ન જોતાં, નેપોલિયન ત્રીજાએ કહ્યું હતું કે, જો તેઓ મને મળવા આવ્યા હોત તો આશ્ચર્ય થાત, ભલે તેઓ તેમનાં સંશોધનોમાં વ્યસ્ત રહે.

લૂઈ પહેલાં તો લગ્ન કરવા માગતા ન હતા પરંતુ તેઓ જ્યારે કૉલેજમાં ભણતા હતા ત્યારે હોસ્ટેલ રેક્ટર મોન્શ્યોર લોરેન્ટમાં પુત્રી મેરી લોરેન્ટના પરિચયમાં આવ્યા. આ પરિચય પછી પરિણયમાં ફર્યો. આ લગ્ન તેઓનાં જીવનનું મહત્વનું બિંદુ હતું કારણ કે તેઓ પ્રયોગોમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે લગ્નનો સમય થવા આવ્યો, ત્યારે મિત્રોએ તેમને કહ્યું ‘હવે તો કપડાં બદલ. લગ્નનો સમય થવા આવ્યો છે.’ જો કે તેઓનું લગ્નજીવન ઘણું જ સુખદ રહ્યું. મેરી તેઓનું બરાબર ધ્યાન રાખતા હતાં. વિજ્ઞાાન પરિષદોમાં જવા માટે તેઓને સમયસર તૈયાર થઈ જવાનું કહેતાં. પાશ્ચરને રસાયણ ઉપરાંત ઔષધ-વિજ્ઞાાનમાં પણ રસ હતો. તેવામાં બન્યું એવું કે, બીયર બનાવનાર કંપનીઓના પ્રતિનિધિઓ તેમને મળવા આવ્યા. તેમણે કહ્યું કે, બીયરનાં બે ‘વાર’ પૈકી એક ‘વાર’માં તો બીયર બરોબર ફર્મેન્ટ થાય છે. જ્યારે બીજા વારમાં તે ખાટો થઈ જાય છે. તેનું કારણ અને ઉપાય આપ શોધી આપો. ત્યારે પાશ્ચરે બંનેના નમૂના જોયા પછી કહ્યું કે જે વારનું ઢાંકણું ખુલ્લું હોય છે, તેમાં રહેલો બીયર ખાટો થઈ જાય છે તે માટે હવામાં રહેલા જંતુઓ કારણભૂત છે. આ શોધે ઔષધ-વિજ્ઞાાન અને સર્જરીમાં પણ આમૂલ પરિવર્તન લાવી દીધું. આ જંતુઓને લીધે જ શસ્ત્ર-ક્રિયા પછી દર્દીનો સંધાયેલો કાપ પણ પાકી જાય છે. તે માટે તેઓએ આપેલા તારણને લીધે ‘લીસ્ટર’ નામના મહાન સર્જને તેમનો આભાર તો માન્યો પરંતુ તેઓને મળવા ગયા અને ભેટી પડયા હતા.દેશમાં હજી પણ કોરોનાનો કેર વ્યાપી રહ્યો છે. તેમાં ઓમીક્રોને વધારો કર્યો છે. સૌ કોઈને માસ્ક પહેરવો ફરજિયાત છે કારણ કે તેના જંતુઓ હવામાં પ્રસરતા હોય છે. રોગ જંતુઓ ફેલાવે છે અને જંતુઓ હવામાં પ્રસરી ગમે ત્યાં ગમે ત્યારે કોઈને પણ અસર કરી જ શકે છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news