શાહપુર દરવાજા પાસે મેટ્રોરેલની કામગીરી નજીક જમીન ઘસી, રિક્ષા અને બે બાઈક ભુવામાં ગરકાવ

અમદાવાદમાં મેટ્રોરેલના બીજા ફેઝનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ઇસ્ટ- વેસ્ટ કોરિડોરની અન્ડરગ્રાઉન્ડ રૂટની કામગીરી દરમિયાન શાહપુર દરવાજા પાસે જમીન ઘસી પડી હતી અને ભુવો પડ્યો હતો. ભુવામાં એક રિક્ષા અને બે બાઈક ગરકાવ થયા હતા. ભુવામાં વાહનો પડવા છતાં કોઈ ઈજાગ્રસ્ત ન થયું હોવાની માહિતી મળી રહી છે.

બપોરના સમયે મેટ્રોરેલ બીજા તબક્કાના કામકાજ દરમિયાન મેટ્રો ટનલ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઈનમાં ભંગાણ થતાં જમીન બેસી ગઈ હતી. જેના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news