આજે લાભ પાંચમ, બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી

સોનું અને ચાંદીના ભાવમાં વધારો, ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર

મુંબઈઃ બુલિયન માર્કેટમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ સોનાના ભાવ વધેલા જોવા મળ્યા છે. દમદાર ગ્લોબલ સંકેતોના પગલે સોનું અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયા છે. જ્યારે ચાંદી એક મહિનાની ઊંચાઈ પર ટ્રેડ થઈ રહી છે.

લાભ પાંચમ આજે એટલે કે ૧૮મી નવેમ્બર ૨૦૨૩ના રોજ શનિવારે ઉજવાશે. તે પહેલા સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઘરેલુ વાયદા બજારમાં સોનુ અને ચાંદી તેજીમાં જોવા મળી રહ્યા છે. MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સોનાનો ભાવ ૮૦  રૂપયા વધીને ૬૦૮૦૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પહોંચ્યો જ્યારે ચાંદી પણ ૫૦ રૂપિયા મજબૂત થઈને ૭૩૪૧૦ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૪૭૩ રૂપિયા વધીને હાલ ૬૦૯૭૮ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે ૯૧૬ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ ગોલ્ડ ૪૩૩ રૂપિયા તેજી સાથે ૫૫૮૫૬ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો ૩૫૫ રૂપિયા વધીને ૭૩૨૧૦ રૂપિયાના સ્તરે જોવા મળી છે.

ઈન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં સોનાનો ભાવ દોઢ અઠવાડિયાની ઊંચાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. કોમેક્સ પર સોનાનો ભાવ ૧૯૯૦ ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે ચાંદી પણ ૨૪ ડોલરની નજીક પહોંચી છે. કોમેક્સ પર સોનાને US FEDથી વ્યાજદરોમાં વધારો અટકવાના ટ્રિગરથી સપોર્ટ મળી રહ્યો છે. જો કે કિંમતો ૨૦ ડોલર વધીને નવા શિખર પર પહોંચી. ચાંદી પણ એક મહિનાના હાઈ પર પહોંચી ગઈ.  ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી.

૨૨ કેરેટ અને ૧૮ કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે ૮૯૫૫૬૬૪૪૩૩ પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્‌સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્‌સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.  સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.

ખાસ નોંધઃ અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news