કચ્છમાં ફરી એક વાર ધ્રુજી ધરા, રાપર પાસે ૨.૯ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
કચ્છઃ ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ફરી એક વાર કચ્છ જિલ્લામાં ધરા ધ્રૂજી છે. કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે ૩:૦૫ કલાકે ૨.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર કચ્છથી ૧૮ કિમી દૂર હોવાની માહિતી છે.
આ પહેલા ૧૪ ઓક્ટોબરના રોજ પણ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ખાવડાથી ૧૭ કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૧૪ ઓક્ટોબરના રોજ મોડી રાત્રે ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે પહેલા પણ ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ મોડી રાત્રે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમા રાત્રિના ૮ વાગ્યા અને ૫૪ મિનિટે ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ દૂધઈથી ૧૫ કિલોમીટર દૂર હતુ. આ અગાઉ પણ દૂધઈમાં જ ૩.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. એ ભૂકંપનું કેન્દ્રબિંદુ દુબઈથી ૧૯ કિલોમીટર દૂર નોંધાયુ હતુ.