ગરમી અને વિજળી કાપથી જાપાન બેહાલ

જાપાનમાં હાલના સમયે હીટવેવ કહેર વધારી રહ્યો છે.સતત ચોથા દિવસે આજે જાપાનમાં ભયંકર તાપમાનનો સામનો કરવામાં આવ્યો સ્થિતિ એ હતી કે રાજધાની ટોકયોએ જુનના મહીનામાં લગભગ ૧૫૦ વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો છે એટલું જ નહીં આટલી ગરમીમાં જાપાનને વિજળી પણ યોગ્ય રીતે મળી રહી નથી અધિકારીઓએ વિજળી પુરવઠો ઓછો કરવાની ચેતવણી આપી છે.

મળતી માહિતી અનુસાર તાપમાન ૩૫.૧ સેલ્સિયસ પહોંચી ગયું છે ગત ત્રણ દિવસોથી તાપમાન ૩૫ સેલ્સિયસ બનેલ હતું જે જુનના મહીનામાં ૧૮૭૫થી અત્યાર સુધી રેકોર્ડ કરવામાં આવેલ સૌથી વધુ તાપમાન હતું આ હીટવેવ હાલ ઓછું થશે નહીં જાપાનના હવામાન વિભાદે તાપમાન હજુ ૩૬ ડીગ્રકી સેલ્સિયસ જવાનું અનુમાન લગાવ્યું છે.

દેશના કેટલાક વિસ્તારોમાં હીટસ્ટ્રોક એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હોસ્પિટલોમાં લોકોની સંખ્યા વધવા લાગી છે અહેવાલો અનુસાર આપાતકાલીન સેવાઓએ ટોકયોમાં ૭૬ લોકોને હોસ્પિટલ પહોંચાડયા છે.

ગરમીના કારણે લોકો માસ્ક પણ લગાવી રહ્યાં નથી કોવિડના કારણે ગત બે વર્ષથી લોકો સતત માસ્કનો ઉપયોગ કરી રહ્યાં હતાં આરોગ્ય મંત્રી શિગેયુકી ગોટોનું કહેવુ છે કે લોકોને કહેવામાં આવ્યું છે કે જયારે તેઓ બહાર હોય તો યોગ્ય અંતર બનાવી ચાલે અને જો વાત ન કરે તો તે પોતાનું માસ્ક હટાવી શકે છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news