જામનગરના પિરોટન સહિત ૯ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ ૯ દરિયાઇ ટાપુ આવેલા છે. જેમાંથી એક માત્ર પિરોટન ટાપુમાં માનવ વસાહત જયારે ૮ ટાપુ માનવ વસાહત નથી. આ ર્નિજન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોય અવારનવાર ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે લોકો અવરજવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી સહિતની ગેરકાયદેસર અને અસમાજીક પ્રવૃતિ કરતા શખસો સહેલાઇ આશ્રય મેળવે અને હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પૂરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ અને આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃતિ રોકવા ૯ ટાપુ પર પ્રવેશ માટે લેખિત પરવાનગી લીધા બાદ પ્રવેશ કરી શકાય તે મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર આ તમામ ૯ ટાપુ પર નાયબ પોલીસ અધિક્ષકની લેખિત પૂર્વમંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news