આગામી ૩ દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડશે : હવામાન વિભાગ

બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ સમય લાગશે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૫ દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય વાવાઝોડાના કારણએ ચોમાસાની સિસ્ટમ થંભી ગઇ છે. જેના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત માટે હજુ રાહ જોવી પડશે. જો કે આગામી પાંચ દિવસ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં  નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં ક્યાં દિવસે પડશે વરસાદ

૨૨ જૂનઃ- પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ

૨૩ જૂનઃ- જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

૨૪ જૂનઃ- પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

૨૫ જૂનઃ- જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news