અંકલેશ્વરની પનોલીમાં ફરી એકવાર આગની ઘટના, એક કામદારની જિંદગી હોમાઇ

ભરૂચઃ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ઔદ્યોગિક સલામતીની નિયમોનું પાલનના ધજાગરા ઉડી રહ્યાં છે,  તેને લઇને લાગી રહ્યું છે કે શ્રમિકો કે કામદારોની જિંદગી ની કોઈ કિંમત રહી નથી.  અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા કંપનીમાં  આજે સવારે ભીષણ આગની ઘટના બનવા પામી હતી.  આ આગ એટલી ભીષણ હતી કે દૂર-દૂર સુધી ધૂમાડાઓ જોવા મળી રહ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.  

અંકલેશ્વરની  પાનોલી સ્થિત જલ એકવામાં લાગેલી ભીષણ આગ તો કાબુમાં આવી ગઈ હતી, પરંતુ આ આગમાં એક કામદારનો જીવ હોમાય ગયો હતો. કંપનીમાંથી મૃતદેહ મળી આવતા પાનોલી જીઆઇડીસી પોલીસે લાશનો કબજો મેળવીને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં કંપનીમાં કોન્ટ્રાકટ બેઝ હેઠળ કામ કરતા અવનીશ યાદવ હોવાની ઓળખ થઈ હતી. કંપનીના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવતા કામદારના મૃત્યુની પુષ્ટિ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે જલ એકવાની આગે બાજુમાં આવેલી બી આર એગ્રો નામક કંપની પણ આગમાં લપેટાઈ  હતી. 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news