ભારતીય હવામાન વિભાગનું ટિ્વટર એકાઉન્ટ હેક થયું
ભારતીય હવામાન વિભાગનું ટિ્વટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેના પર thebeanzdrop.com ના નામથી ટ્વીટ્સ પોસ્ટ થઈ રહ્યા છે. જેમાં લખ્યું છે કે બીન્ઝ ઓફિશિયલ કલેક્શન માટે સેલિબ્રેટ કરી રહ્યું છે. અમે તમામ NFT ટ્રેડર્સ માટે કોમ્યુનિટીમાં આગામી બે કલાક માટે એરડ્રોપ ખોલી રહ્યા છીએ. જેમાં ભારતીય હવામાન વિભાગના હેક ટિ્વટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ પણ છે.
આ ઉપરાંત હવામાન વિભાગના ટિ્વટર એકાઉન્ટ પર અજાણ્યા ટિ્વટર એકાઉન્ટને ટેગ કરવામાં આવ્યા છે. સરકારના અધિકારી અને આઇટી એન્જિનિયર્સ આ સમસ્યાને ઉકેલી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસનું ટિ્વટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. હેક કરનારે એકાઉન્ટનું ડીપી પણ બદલી દીધું હતું. તે જ રીતે હવામાન વિભાગના ડીપીમાં કોઈ તસવીર જોવા મળી રહી નથી. તે પણ સંપૂર્ણ રીતે ખાલી પડ્યું છે.
ભારતીય હવામાન વિભાગ તરફથી પ્રેસ રીલીઝ જાહેર કરી આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. ભારતી હવામાન વિભાગનું નામ પણ એકાઉન્ટ પરથી ગાયબ છે. વેરિફાઈડ બ્લૂ ટિકની આગળ માત્ર એક ડોટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સમાં માત્ર અલગ-અલગ લોકોને ટેક કરવામાં આવેલા ટ્વીટ્સ જોવા મળી રહ્યા છે