મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ‘કલમ નો કાર્નિવલ’ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે પુસ્તક મેળા ‘કલમનો કાર્નિવલ’નું ઉદ્ઘાટન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સુશીલાબેન રતિલાલ હોલ, અમદાવાદ સીજી રોડ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત ‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું અને પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું અને ત્યાં ઉપસ્થિત વિવિધ લેખકો સાથે વાર્તાલાપ કર્યો હતો. 20 ઓગસ્ટ સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં ઈતિહાસ, પૌરાણિક કથા, આધ્યાત્મિકતા, ધર્મ, સસ્પેન્સ, ડ્રામા, હોરર, સેલ્ફ હેલ્પ, મેનેજમેન્ટ, પ્રેરક વાર્તાઓ વગેરે વિષયો પરના 25,000થી વધુ પુસ્તકો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે નવભારત સાહિત્ય મંદિર દ્વારા છેલ્લા ઘણા સમયથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. કલામનો કાર્નિવલ પુસ્તક મેળામાં ધારાસભ્ય અમિતભાઈ શાહ, સાહિત્યકારો, લેખકો, પત્રકારો અને મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news