GCCI દ્બારા Environment હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એન્વાયર્મેન્ટ કમિટી દ્બારા GCCI માં GCCI‌‌- Environment  હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. એ.વી.શાહ સભ્ય સચિવ GPCB એ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન  કર્યુ હતુ.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. અને GCCI દ્વારા ઉદ્યોગોના પર્યાવરણ સબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે કરવામા આવી રહેલા પ્રયાસોની  માહિતી આપી હતી. GCCI ની પર્યાવરણ સમિતિના અધ્યક્ષ યોગેશ પરીખે સમજાવ્યુ કે હેલ્પ ડેસ્ક કેવી રીતે ગુજરાતમાં પર્યાવરણ મંજૂરી  મેળવવા માંગતા ઉદ્યોગોને મદદરૂપ થશે.

આ કાર્યક્રમમા 55 થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ચેમ્બરનો હેતુ જણાવતા એ.વી. શાહે જણાવ્યુ હતુ કે ચેમ્બરનો હેતુ સમગ્ર ગુજરાતમા નોડલ સંસ્થા તરીકે ઉદ્યોગોને માર્ગદર્શન અને સમર્થન આપવાનો છે. તેમજ GCCI ખાતે નુ આ પર્યાવરણ હેલ્પ ડેસ્ક માત્ર એક્સટેન્ડેડ ગ્રીન નોડ એપ્લિકેશન સબંધિત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે નહી પરંતુ પર્યાવરણસબંધિત  અન્ય બાબતો  માટેપણ GPCB અને  રાજ્ય ભરના ઉદ્યોગો વચ્ચે એક કડી તરીકે કામ કરશે જેમ કે અધ્યતન માહિતી પુરી પાડવી. અધિનિયમોમાફેરફાર, GPCBદ દ્વારા શરૂ કરવામા આવેલી નવી સુવિધાઓ અને પર્યાવરૅણ સબંધિત બાબતો માટે નવા ઊદ્યોગોને તાલીમ આપવા. તેમણે તમામ એસોસિએશનનોને તેમના પરિસરમા આવા હેલ્પડેસ્ક શરૂ કરવા માટે પણ અપીલ કરી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news