ભાભર પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડતા પાકમાં પાણી ફરી વળ્યું
બનાસકાંઠા જિલ્લામાં નહેરોને લઇ ખેડૂતો ખેતી કરતા થયા છે. નર્મદા યોજના હેઠળ જિલ્લાના સુઈગામ, થરાદ, ભાભર, દિયોદર, વાવ સહિતના તાલુકાઓમાં પાણી માટે નહેર આવતાં ખેડૂતો ખેતી કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે. જો કે આ કેનાલો વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થઇ રહ્યુ છે.
છાછવારે તૂટતી કેનાલોને લઈ ખેડૂતોના ઊભા પાક નસ્ટ થઈ જતાં ખેડૂતો નુકશાન વેઠી રહ્યા છે. ત્યારે આજે ભાભરના સુથારનેસડી ગામે નર્મદાની માઇનોર કેનાલમાં ૧૦ ફૂટથી મોટુ ગાબડું પડ્યું હતું, જેથી લાખો લિટર પાણી ખેતરોમાં વહી ગયું હતું જેને લઇ ખેડૂતો રોષે ભરાયાં હતા. એક બાજુ કેનાલોમાં પાણી બંધ કરવાની વાત થઈ રહી છે બીજી તરફ ખેડૂતોના પાકોને પણ પાણીની જરૂરિયાત છે. ત્યારે કેનાલો તૂટવાના કારણે અન્ય ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી જ્યારે ખેડૂતોના પાકમાં પાણી ફરી વળતાં મુકશાની પણ જતી હોય છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ભાભરના સુથારનેસડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં દસ ફૂટથી મોટું ગાબડું પડતાં કેનાલની બાજુના ખેતરના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું