મેક્સિકોમાં પક્ષીઓનું ઝુંડ અચાનક જમીન પર પટકાયા : અનેક પક્ષીના મોત

મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્‌સ સામેલ હતાં. એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં. ઘટના ૭ ફેબ્રુઆરીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટિ્‌વટર પર ૧૪ લાખથી વધુ વખત આ વીડિયો જોવાયો છે. અનેક લોકોએ આ ઘટનાને લઈને પોલ્યૂશન, ૫ય્ ટેક્નોલોજી અને વીજળીના તારને જવાબદાર ગણાવ્યાં છે. અમેરિકામાં ૫ય્ હોમ ઈન્ટરનેટ સર્વિસ ઓક્ટોબર ૨૦૧૮થી શરૂ થઈ ગઈ છે. આ હાઈ સ્પીડ ઈન્ટરનેટ ટેકનિક સૌથી પહેલાં એપ્રિલ ૨૦૧૯માં સાઉથ કોરિયામાં લોન્ચ કરાઈ હતી. જે બાદ આ ટેક્નિક સાથે વધુ ૨૬ દેશ જોડાયાં. હાલ ૫ય્ના ૧૯ કરોડથી વધુ સબ્સ્ક્રાઈબર છે. જેમાંથી મોટા ભાગે ચીનના છે, જ્યાં ૫ય્ ઓક્ટોબર ૨૦૧૯માં જ લોન્ચ થયું હતું. આ ટેક્નિકને સ્માર્ટફોન જ નહીં પણ અનેક પ્રકારનાં ઈક્વિપમેન્ટને જોડવા માટે તૈયાર કરવામાં આવી છે. ૫ય્ ૩ બેન્ડમાં કામ કરે છે, જેમ કે લૉ, મિડ અને હાઈ ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ. લૉ બેન્ડ સ્પેક્ટ્રમમાં સ્પીડ ૧૦૦ Mbps (મેગાબિટ્‌સ પ્રતિ સેકન્ડ) સુધી સીમિત હોય છે. મિડ-બેન્ડ સ્પેક્ટ્રમ લૉ બેન્ડની તુલનાએ હાઈસ્પીડ આપે છે.

જો કે તેમાં કવરેજ એરિયા અને સિગ્નલની મર્યાદાઓ છે હાઈ-બેન્ડ સ્પેક્ટ્રમમાં સ્પીડ ૨૦ Gbps (ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ) થઈ જાય છે. આ પહેલી વખત નથી કે જ્યારે ૫ય્ને પક્ષીઓની સાથે થયેલી દુર્ઘટના માટે જવાબદાર માનવામાં આવે છે. ૨૦૨૧માં ભારતમાં બર્ડ ફ્લૂથી પક્ષીઓ મર્યા હોય તેવી ઘટનાઓ સામે આવી હતી. એવું માનવામાં આવે છે કે JIOના 5G ટેસ્ટિંગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યાં છે. હવે મેક્સિકોમાં પક્ષીઓની સાથે થયેલી દુર્ઘટનાનું કારણ ૫ય્ને માનવામાં આવે છે.

બર્ડ એક્સપર્ટ્‌સના જણાવ્યા મુજબ- ઘટનાનું કારણ એવું પણ હોય શકે છે કે પેરેગ્રીન કે બાજ જેવાં કોઈ મોટાં પક્ષીએ શિકાર કરવાનો પ્રયાસ કર્યો હોય, જેના કારણે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ જમીન પર પડીને મરી ગયા હોય.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news