વિજાપુરના મલાવ ગામે બોરનું પાણી લેવા મામલે બોર ઓપરેટરે ખેડૂતના નાકે બચકા ભર્યા
વિજાપુર તાલુકામાં આવેલા મલાવ ગામે રહેતા ખેડૂત પર બોરના ઓપરેટરે હુમલો કરી ઇજાઓ પહોંચાડી છે. સમગ્ર મામલે ઓપરેટરે ખેડૂત પર હુમલો કરી નાક અને હાથ પર બચકા ભરી ઇજાઓ પહોંચાડી છે સમગ્ર મામલે ઇજા પામેલા ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમજ ઓપરેટર વિરુદ્ધ લાડોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વિજાપુર તાલુકાના મલાવ ગામે રહેતા રાવળ જયંતિ ભાઈ પુંજાભાઈ પોતાના ખેતરમાં મા રાત્રે પાણી વાળી રહ્યા હતા.એ દરમિયાન બોરના ઓપરેટરે પાણી નો રેલો બંધ કરી અન્ય ખેડૂતને પાણી આપતા ફરિયાદી ઓપરેટરે પાસે જઇ આ મામલે જાણ કરી હતી જોકે ઓપરેટરે ખેડૂત ને કહ્યું કે ” બોર નો ઓપરેટર હું છું મારે કોણે પાણી આપવું ના આપવું તારે નહિ જોવાનું” એમ કહી ખેડૂત સાથે બોલાચાલી કરી બાદમાં ખેડૂતને માર માર્યો હતો.
બોરના ઓપરેટર અરવિંદ પટેલે ખેડૂત પર હુમલો કરી તેના નાક અને હાથ ના અંગૂઠાઓ પર મોઢા વડે બચકા ભરી ઇજાઓ પહોંચાડી હતી સમગ્ર મામાલે હોબાળો થતા નજીકમાં રહેલા અન્ય ખેડૂતો આવી જતા મામલો થાળે પાડી ઘાયલ ખેડૂત ને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ખેડૂતના નાકે ૮ ટાંકા તો હાથે ૬ ટાંકા આવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે ઇજા પામેલા ખેડૂતે બોર ઓપરેટર અરવિંદ રામભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.