કડી તાલુકામાં ગેસની દૂર્ગધથી સ્થાનિકોની તબિયત બગડી, મેડીકલ સ્ટાફ દોડતું થયું
કડી તાલુકામાં અનેક કંપનીઓ આવેલી છે. જેમાંથી નિકળતા ધુમાડાના લીધે સમગ્ર પંથકમાં પ્રદુષણ ફેલાયુ, જેમાં સ્થાનિકોમાં અનેક રોગચાળો પ્રસરી રહ્યો હતો અને આ વિસ્તારમાં રાત્રિના સમયે વાયુ પ્રદુષણથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થતાં ફફડાટનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક લોકો કોરોના મહામારી વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તેમજ નાક અને ગળામાં બળતરા શરૂ થતાં ચિંતામાં મૂકાયા હતા અને જવાબદારો સામે પગલાં ભરવા માગ ઉઠી હતી. હજુ સુધી ઘટના પાછળનું ચોક્કસ કારણ મળ્યું ન હતું તેવું કરણનગર પીએસસીના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.
કડી તાલુકાના કરણનગર પીએચસીના મેડીકલ ઓફીસરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણા અને કડી તાલુકા હેલ્થ ઓફિસર જાણકારી હતી કે, પ્રાથમિક તપાસ દરમિયાન ગુજરાત અંબુજા પ્રાઈવેટ લિમિટેડ કંપની કડી થોળ રોડ તથા તેના આજુબાજુ વિસ્તારમાંથી ઉત્પન્ન થતાં ઝેરી ગેસ અને વાયુના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. શહેરમાં આવેલા નાની કડીના સંતરામ સોસાયટીમાં રહેતા રહીશોને ઝેરી વાયુના કારણે આંખોમાં બળતરા, ગળામાં સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફો ઉભી થઇ હતી. જેથી મેડિકલ સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
કડી થોળ રોડ પર ધમધમતી કેમીકલ અને અન્ય કંપનીઓથી છેલ્લા કેટલાક દિવસથી નિકળતા ધુમાડાછી વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. નાની કડી વિસ્તારમાં આવેલી મહાદેવ રેસિડન્સી અને સંતરામ સીટી તથા આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખ અને ગળામા બળતરા થવાની અનેક સમસ્યાઓ ઉભી થઇ છે.
પ્રદૂષણ વિભાગ ઝેરી ગેસ ક્યાંથી આવે છે તે શોધવા હવામા ફાંફા મારી રહ્યુ છે. તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યાં છે. ગેસની દૂર્ગધથી નાની કડી વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓના લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. ઝેરી ગેસના કારણે લોકોને શ્વાસ લેવામા તકલીફ, આંખમા બળતરા અને ગળામા દુખાવો થતા તેમની હાલત કફોડી બની હતી. આ અંગે સ્થાનિકોએ નાનીકડીના તલાટીને જાણ કરી હતી.
તલાટીએ ટીડીઓ, આરોગ્ય વિભાગને જાણ કરતા કરણનગર પી.એચ.સીના મેડીકલ સહિતનો સ્ટાફ નાનીકડીની મહાદેવ રેસિડન્સીમાં દોડી આવ્યો હતો. કડી તાલુકાના કરણનગરમાં આવેલા પી.એસ.સીના મેડીકલ ઓફીસરે કડી તાલુકા હેલ્થ ઓફિસર અને ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણાને જાણ કરી હતી. જાણ થતાંની સાથે જ ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણાના અધિકારીઓએ મેડિકલ ઓફિસરે પ્રદુષણ વિભાગને જાણ કરતા દૂષણ વિભાગના અધિકારીઓ કડી દોડી આવ્યા હતા. પરંતુ ઝેર ઓકતી કંપની શોધવામા પાછી પાની કરી અસરગ્રસ્ત લોકોને અંધારામા રાખવાનો બદ ઈરાદો પાર પાડ્યો હતો. આ સોસાયટીમાં ૪૦થી વધુ લોકોને ઝેરી વાયુથી અસર થઈ હતી અને અમારી સોસાયટીના વડીલોએ તાત્કાલિક ઘટનાની જાણ તલાટીને કરીને કરતાં તેઓએ આરોગ્ય વિભાગની ટીમને અમારી સોસાયટીમાં મોકલી આપી હતી. અમારી સોસાયટીમાં થયેલા અસરગ્રસ્તોની સારવાર અને દવાઓ આપી હતી