કડીમાં આરટીઓએ ડિટેન કરેલી ૩ લકઝરી બસમાં આગ લાગી

કડી શહેરમાં આવેલા સરદાર બાગની હદમાં મહેસાણા આરટીઓ દ્વારા ડિટેન કરવામાં આવેલી ત્રણ લકઝરી બસ એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં કડી પાલિકા ફાયર ટીમની ૨ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. લક્ઝરી બસમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગ કયા કારણે લાગી એ કારણ હજુ અંકબધ છે. આરટીઓ દ્વારા વાહન ડિટેન કર્યા હાદ કડી સરદાર બાગ જે પાલિકાની હદમાં આવે છે. ત્યાં પરમિશન વિગર જ ડિટેન કરેલા વાહનો ખડકી દેવામાં આવ્યા હતા. અગાઉ સ્થાનિક પોલીસને આ વાહનો હટાવી લેવા મૌખિક સૂચના આપી ટકોર કરવામાં આવી હતી.

જોકે, હાલમાં કડી પાલિકા હદમાં આવેલા બાગના ખુલ્લા પ્લોટમાં આરટીઓ દ્વારા ડિટેન કરેલા વાહનો પાર્ક કરેલા હતા. જેમાં ૩ બસોમાં આગ લાગી હતી. આ આગ ક્યાં કારણે લાગી એ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ એક વર્ષ અગાઉ ખાનગી બસો ડિટેન કરીને કડી પોલીસ ને સોંપવામાં આવી હતી જ્યાં બસ માલિકે છેલ્લા એક વર્ષથી દંડ ન ભરતા ૩ બસો ત્યાં મુકવામાં આવી હતી કડી પોલીસ મથક સામે આવેલા પ્લોટમાં ખાનગી વાહનો અને આરટીઓ દ્વારા ડિટેન કરેલા વાહનો ત્યાં પાર્ક કરેલા છે જેમાં અમારા કોઈ વાહનો પાર્ક કરેલા નથી.

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ત્રણ જેટલી લક્ઝરી બસમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની જાણ કડી પાલિકાના ફાયર ફાઇટરોને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news