ભારતમાં કોરોનાનો ૨૪ કલાકમાં ૨૦ હજારથી પણ વધુ કેસ આવ્યા રહ્યા છે સામે
દુનિયામાં કોરોનાના વધતા જતા કેસે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. તો બીજી તરફ ભારતમાં ગત ૨૪ કલાકમાં કોવિડના ૨૦,૨૭૯ નવા કેસ સામે આવ્યા છે. જો બે દિવસની વાત કરીએ તો ૨૧,૮૮૦ નવા કેસ સામે આવ્યા છે. આ હિસાબથી કોરોનાના નવા કેસની સંખ્યા વધી ગઇ છે. જોકે આ આંકડા સતત વધઘટ થઇ રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી લોકોના મોતના સમાચારની વાત કરીએ તો ગત ૨૪ કલાકમાં ૩૬ લોકોના મોત થયા છે. આ આંકડો બે દિવસ પહેલાં ૬૦ પહોંચી ગયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા અનુસાર અત્યારે ભારતમાં કોરોનાના કુલ કેસ ૪,૩૮,૮૮,૪૫૫ છે અને ૪,૩૨,૧૦,૫૨૨ દર્દી રિકવર થયા છે. સક્રિય કેસ ૧,૫૨,૨૦૦ છે. આ ઉપરાંત ૧૮,૧૪૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગત ૨૪ કલાકમાં ૩૬ દર્દીઓના મોત થયા છે તો કોરોનાના લીધે મોતનો આંકડો ૫,૨૬,૦૩૩ પહોંચી ગયો છે.
દેશમાં કુલ વેક્સીન લગાવનારાઓની સંખ્યા ૨,૦૧,૯૯,૩૩,૪૫૩ થઇ ગઇ છે. તો બીજી તરફ ગુજરાતમાં ગત ૨૪ કલાકમાં કોરોના કેસમાં ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના ૯૩૭ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી ૭૪૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીઓનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૯૮.૬૮ ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ ૫૪૭૦ એક્ટિવ કેસ છે. જેમાંથી ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૫૪૫૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ ૧૨,૩૧,૨૧૫ દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ ૧૦,૯૬૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગુજરાતના રસીકરણના આંકડા જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૩૦૪ કેસ નોધાયા છે, અને એકનું મોત નિપજ્યું છે. વડોદરા કોર્પોરેશનમાં ૮૩, મહેસાણા ૬૬, ગાંધીનગર ૪૫, સુરત કોર્પોરેશન ૪૫, વડોદરા ૩૬, ગાંધીનગર કોર્પોરેશન ૩૪, સાબરકાંઠા ૩૨, રાજકોટ કોર્પોરેશન ૨૭, બનાસકાંઠા ૨૪, ભાવનગર કોર્પોરેશન ૨૪, સુરત ૨૪, વલસાડ ૨૧, કચ્છ ૨૦, રાજકોટ ૧૯, આણંદ ૧૪, જામનગર કોર્પોરેશન ૧૪, પાટણ ૧૪, નવસારી ૧૩, મોરબી ૧૨, અમરેલી ૧૯, પોરબંદર ૧૦ એમ કુલ ૯૩૭ કેસ નોંધાયા છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં કુલ ૩,૦૧,૯૯૧ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૯૧૮ ને રસીનો પ્રથમ અને ૫૦૫૯ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૫-૧૭ વર્ષના લોકો પૈકી ૧૨૧ ને રસીનો પ્રથમ અને ૧૬૨૫ ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૩૬૫૫૫ લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. ૧૨-૧૪ વર્ષના લોકો પૈકી ૧૪૮૪ ને રસીનો પ્રથમ અને ૨૩૯૨ ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ૧૮-૫૯ વર્ષના લોકોને ૨૫૨૮૩૭ પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૧,૩૬,૯૨,૨૦૫ રસીના ડોઝ આપવામાં આવ્યો છે.