અમદાવાદમાં માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને કરવામાં આવી દૂધ હડતાલ
રાજ્યમાં માલધારી સમાજ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. જેને લઇ માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરવા અને વેચાણ ન કરવાની જાહેરાત કરીને દૂધ હડતાલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હજારો માલધારીઓએ દૂધનું વેચાણ નહીં કરીને અનોખી રીતે વિરોધ કર્યો છે.
શહેરના નવા વાડજ વિસ્તારમાં ગાય સર્કલ પાસે માલધારીઓએ ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં આવવું નહીં તેવા બેનર મારી અને આજે જે દૂધનો સ્ટોક વધ્યો છે તેની ખીર બનાવી લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. માલધારીઓ દ્વારા દૂધ હડતાલના પગલે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના નવા વાડજ વિસ્તારમાં ગાય સર્કલ પાસે માલધારી સમાજના યુવાનો દ્વારા આજે જે દૂધનો સ્ટોક વધ્યો છે તેની ખીર બનાવવામાં આવી હતી અને આ ખીરને લોકોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવી હતી.
માલધારી સમાજના યુવાનો દ્વારા બેનર મારવામાં આવ્યું હતું. બેનરમાં ભાજપના કોઈપણ બેનરમાં ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં. લી. વાડજ ગામ ભરવાડ વાસ તેમ લખવામાં આવ્યું હતું. માલધારીઓ દ્વારા જે પ્રસાદ રૂપે આપવામાં આવતી હતી તેને લેવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા.માલધારી સમાજના યુવાન રોનક ભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા અમારા માલધારી સમાજ પર અત્યાચાર કરે છે તેના ભાગરૂપે સમાજના સંતો અને આગેવાનો જબ એક દિવસની અમે હડતાલ પાડી છે. જે દૂધનો સ્ટોક વધ્યો છે તેને દ્વારકાધીશ ના પ્રસાદ રૂપે ખીર બનાવી અને લોકોમાં વહેંચણી આજે કરવામાં આવી છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો આ પ્રસાદ લેવા માટે પહોંચ્યા છે.