રાજકોટમાં હવે ૦૯ ઈંચ વરસાદ પડે તો ૧૦૦ વર્ષનો નવો વિક્રમ

રાજકોટ  મહાપાલિકાના ચોપડે ૧૯૧૭થી ૨૦૨૦ સુધીનો વરસાદ નોંધાયેલો છે અને તેમાં સૌથી વધુ વરસાદ ૨૦૧૯માં ૧૫૨૮ મી.મી. યાને કે ૬૧ ઈંચ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનનો ૧૩૨૨ મી.મી. યાને કે ૫૨.૮૮ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વરસાદ પડવાનો ચાલુ જ છે. વરસાદને કારણે આજી-૧ ડેમ બે વખત ચાલુ સાલમા છલકાઈ ચૂકયો છે. ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે ૦૯ ઈંચનો તફાવત રહ્યો છે.

ચિફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું કે, રાજકોટમાં ૨૦૧૯માં ૧૫૨૮ મી.મી. એટલે કે ૬૧ ઈંચ વરસાદ પડેલો છે. ચાલુ વર્ષે ૫૩ ઈંચ નોંધાયો છે.રાજકોટ મહાપાલિકાના ૧૦૦ વર્ષના વરસાદી ઈતિહાસમાં ૨૦૨૧નું વર્ષ વિક્રમી વર્ષ તરીકે સ્થાન મેળવી જાય તો નવાઈ નહિ. વરસાદના ૧૦૦ વર્ષના લેખાજાેખામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ૨૦૧૯માં ૬૧ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે અને ચાલુ વર્ષે મેઘરાજા નોટઆઉટ ૫૩ ઈંચની ધૂંવાધાર ઈનિંગ રમી ચૂકયા છે. વાતાવરણની જમાવટ મેધરાજા હજૂ લાંબી ઈનિંગ ખેલી શકે તેવા સંકેતો આપી રહી છે. ૦૯ ઈંચ વરસાદ પડે તો નવો વિક્રમ સર્જાવાની શકયતા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news