ભુજ જીઆઈડીસીમાં મગફળીના ફોત્રાના ઢગલામાં ભીષણ આગ

કચ્છ જિલ્લા મથક ભુજના માધાપર હાઇવે પર આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ખુલા પ્લોટમાં પડેલા મગફળીના વિશાળ જથ્થા અચાનક આગ ફાટી નીકળી હતી. જે સળગી રહી છે. અંદાજિત ૮૦ ટ્રક ભરાય એટલા ખડકાયેલા ઢગળાઓમાં લાગેલી આગને કાબુમાં લેવા ૪ ફાયર ફાઇટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે તેમ છતાં આગ બુઝાઈ રહી નથી. અત્યાર સુધીમાં બે ૧૨ હજારની ક્ષમતા ધરાવતા અને બે ૨૨૦૦ની ક્ષમતા વાળા પાણીના લાયબંબા દ્વારા હજારો લીટર પાણીનો વપરાશ કરાઈ ચૂક્યું છે, પરંતુ આગ કાબુમાં ના આવતા હવે જેસીબી મશીન વડે સળગી રહેલા જથ્થાને મેદાનમાં વિખેરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ફાયર વિભાગની તમામ ટીમ આ કામમાં પરોવાઈ હોવાનું જાણવા મળ્યું છે. ભુજ માધાપર ધોરીમાર્ગ પર આવેલી જીઆઈડીસીમાં અનેક મોટા વ્યબસાયીઓના ગોદામ અને લઘુ ઉધોગો કાર્યરત છે. તે પૈકી એક ખુલ્લા પ્લોટમાં પડેલા વિશાળ મગફળીના જથ્થામાં આગ લાગી ઉઠતા ભયનો માંહોલ ખડો થયો છે. અગ વધુ ના ફેલાય એ માટે ફાયર વિભાગ કામે લાગ્યું છે. આગના પગલે ભારે નુકશાન થયું હોવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી. ફાયર વિભાગના સચિન પરમાર સહિતના કર્મચારીઓ હાલ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news