‘ગ્રીન અને રીન્યુએબલ એનર્જી’ વિશે જાણવા-સંશોધન માટે યુવાનોમાં ભારે ઉત્સુકતા

ગાંધીનગર ખાતેના વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં પેવેલિયન -૮માં ‘નયા ભારત ઊર્જાવન ભારત’ની મુખ્ય થીમ સાથે ગ્રીન વેન્યુએબલ એનર્જી, હાઈડ્રોજન પ્લાન્ટના વિવિધ માહિતી સભર સ્ટોલ પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પ્રદર્શનની શરૂઆતમાં જ ગ્રીન હાઈડ્રોજન ટ્રક મુલાકાતીઓમાં કુતુહલતા જગાવે છે. જ્યાં મોઢેરા ટાઉન સોલરાઈઝેશન,સોલાર એનર્જી,બેટરી એનર્જી સિસ્ટમ એન્ડ પીએમ કુસુમ જેવા વિવિધ વિષયોને આવરીને તેની માહિતી પૂરી પાડવામાં આવી છે.

એનર્જીને પ્રોત્સાહિત કરતું ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી GEDA, NLC ઇન્ડિયા લિમિટેડ,રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન,IREDA,SHELL, FCT એનર્જી,GEPIL,સુઝલોન,ગેઇલ વગેરે સ્ટોલ દ્વારા એનર્જીના વિવિધ પાસાઓને ખૂબ રસપ્રદ રીતે રજૂ કર્યા છે.

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાજેતરમાં  ખુલ્લુ મોકલવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ પ્રદર્શનમાં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે .જેમાં ગુજરાતના વિવિધ જંગલો અને પ્રાણી અને પક્ષી વૈવિધ્યને સચિત્ર રજૂ કરાયું છે. આ ઉપરાંત ગુજરાતના વન વૈભવને 3D ઈમેજમાં જોવા માટે મુલાકાતીઓ ઉત્સાહી છે.

ફોરેસ્ટના આ સ્ટોલમાં ગેંડા સાથે સેલ્ફી આકર્ષણનું કેન્દ્ર  બન્યું છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી દ્વારા પણ પ્રદૂષણના વિવિધ પાસાઓને નવી ટેકનોલોજી સાથે કેવી રીતે અંકુશમાં રાખી શકાય એ વિષય પર નાગરિકોને ઉપયોગી થાય તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

આ પેવેલિયનમાં નાના મોટા 84 સ્ટોલમાં અભ્યાસુ યુવાનો માટે રસપ્રદ માહિતી ઉપલબ્ધ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news