ગુજરાત રાજ્યમાં જાણે હવે ચોમાસું બેઠું હોય તેમ લાગી રહ્યું છે. રાજયમાં ચારેકોર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વિજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્તા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને જાણે જનજીવન ઠપ પડી ગયું હોય તેમ લોકોની પાંખી અવરજવર જોવા મળી હતી.