હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા
હિમાચલ અને ઉત્તરાખંડમાં ગઈકાલથી હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા ખોરવાઈ ગઈ છે. જ્યારે હિમાચલમાં ઘણી જગ્યાએ અવરજવરમાં સમસ્યા છે. આજે પણ આ બંને જગ્યાએ ભારે વરસાદની આશંકા છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ કહ્યુ છે કે પશ્ચિમ હિમાલય, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તટીય આંધ્ર પ્રદેશ, કેરળ, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન, કોંકણ અને ગોવા અને પૂર્વ રાજસ્થાન અને ત્યાં મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે અને આ માટે ચેતવણી જાહેરી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ભારતમાં વરસાદ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓનો એક ભાગ છે. જણાવી દઈએ કે ૧૫મી મેના રોજ ચોમાસાએ આંદામાનમાં દસ્તક આપી છે અને તે બે-ત્રણ દિવસમાં કેરળ પહોંચશે.
હવામાન વિભાગે આ વખતે ચોમાસુ સારુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.સોમવારે થયેલા વરસાદથી દિલ્લી-એનસીઆરના તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને પ્રચંડ ગરમીથી રાહત મળી છે અને ભારે વરસાદના કારણે દિલ્લીનુ પ્રદૂષણ પણ ઘટી ગયુ છે. હવામાન વિભાગે આજે દિલ્લીમાં હવામાનમાં ભેજ હોવાની વાત કહી છે અને કહ્યુ છે કે બુધવારે પણ દિલ્લીમાં હળવા વાદળો છવાયેલા રહેશે અને પવન ફૂંકાશે. આજે અહીંનુ મહત્તમ તાપમાન ૩૬ અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. હવામાનમાં આ રાહત આખુ સપ્તાહ રહેવાની આશા છે.
માત્ર દિલ્હીમાં જ નહિ પરંતુ બિહાર, એમપી, યુપી અને ઝારખંડમાં પણ વરસાદની સંભાવના છે. રાંચીમાં ઘણી જગ્યાએ તોફાન અને વરસાદ આવવાની સંભાવના છે. જેના કારણે અહિ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
જ્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ શહેરમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે અહિ પણ એલર્ટ જાહેર છે. જ્યારે યુપીના ૩૨ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેથી અહિ એલર્ટ જાહેરી કરવામાં આવ્યુ છે. જો કે આવતીકાલથી લોકોએ ફરી એકવાર સૂર્યના તેવર સહન કરવા પડશે.