૨૦૩૦ સુધીમાં ૮૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ગુજરાતની આગેકૂચ

ગાંધીનગરઃ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યએ ઘણી પહેલો સફળતાપૂર્વક સંપન્ન કરી છે, જેમાં ચારણકામાં ગુજરાત સોલાર પાર્ક (૭૦૦ મેગાવોટ), ભારતનો પ્રથમ કેનાલ-ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ, અને મહેસાણા જિલ્લાના મોઢેરા ગામના દરેક ઘરને ચોવીસ કલાક સૌર ઊર્જા પ્રદાન કરવા માટે ભારતનો પ્રથમ ગ્રિડ-કનેક્ટેડ મેગાવોટ અવર-સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાત કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો ૩૦ ગીગાવોટનો વિંડ-સોલાર હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ વિકસિત કરી રહ્યું છે.

વધુમાં, ગુજરાતે સ્વચ્છ અને હરિત ઊર્જા અપનાવવાની પોતાની પ્રતિબદ્ધતા સાથે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૮૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એમાં પણ, આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકના ૩૦% એટલે કે ૨૨.૫ ગીગાવોટ પહેલેથી જ હાંસલ કરી લેવામાં આવ્યા છે. જમીન સ્તરથી ૧૫૦ મીટરની ઉંચાઈ પર ૧૮૦ ગીગાવોટની ઓનશોર વિંડ પાવર સંભવિતતાનો ઉપયોગ કરવામાં અને દરિયાકિનારા સહિત ૩૦-૩૫ ગીગાવોટ ઓફશોર પવનની સંભાવનાઓનો ઉપયોગ કરવા માટેની વ્યૂહરચના વિકસિત કરવામાં ગુજરાત અગ્રેસર છે. વધુમાં, ગુજરાત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં પણ ઝડપ લાવી રહ્યું છે, અને ૨૦૨૫ સુધીમાં ૨ લાખ EVsના લક્ષ્યાંકની સામે ૬૦,૦૦૦ EVs તો રજિસ્ટર પણ થઈ ચૂક્યા છે. ટકાઉ ઔદ્યોગિક વિકાસના મોડલ સાથે, ગુજરાત આજે એક પ્રિફર્ડ બિઝનેસ-ફ્રેન્ડલી ડેસ્ટિનેશન બન્યું છે.

ગુજરાતનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, લાંબો દરિયાકિનારો અને પવન અને સૌર ઊર્જા માટે અનુકૂળ વાતાવરણ રાજ્યને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્‌સ માટે અગ્રણી સ્થાન છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્લેટફોર્મ દ્વારા રાજ્ય સરકારે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સક્રિય રીતે રોકાણો આકર્ષિત કર્યા છે અને કોલાબોરેશન્સ કર્યા છે, જેના કારણે વિંડ ફાર્મ્સ, સોલાર પાર્ક્‌સ અને અન્ય સ્વચ્છ ઊર્જાના પ્રોજેક્ટ્‌સને વેગ મળ્યો છે.

ગુજરાતમાં રોકાણની તકોઃ

ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઉત્પાદન, સેવાઓ અને માળખાકીય વિકાસ સહિત વિવિધ પ્રકારની રોકાણની તકો પ્રદાન કરે છે. તેમાં સોલાર સેલ્સ અને મોડ્યુલ્સ, વિંડ ટર્બાઇન્સ અને બ્લેડ્‌સ, પાવર સિસ્ટમ માટે આનુષંગિક ઉપકરણો, અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

વધુમાં, ગુજરાત રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસ, EPC કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની સ્થાપના માટેની સંભાવનાઓ ધરાવે છે. ઇન્સ્ટોલેશન, ટેક્નિકલ સપોર્ટ, ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ સપોર્ટ અને થર્ડ પાર્ટી પાવર પ્રોવાઇડર્સ જેવી સેવાઓ પણ ગુજરાતમાં રહેલી સમૃદ્ધ તકો છે.

આ ઉપરાંત, ગુજરાત કચરાનું પૃથક્કરણ, બ્રિકેટનું ઉત્પાદન અને પ્રોસેસિંગમાં રોકાણોને પ્રોત્સાહન આપે છે અને તે રીતે ટકાઉ ઊર્જા વિકાસ માટે વ્યાપક ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરે છે.

ઉદ્યોગોએ ગુજરાતના બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણને આવકાર્યું છે

રિન્યુએબલ એનર્જી ઉદ્યોગની અગ્રણી કંપનીઓ જેવી કે પાવરિકા, સિમેન્સ, વેસ્તાસ, GE અને સુઝલોન ૧૦ કરતા વધુ વર્ષોથી ગુજરાતમાં સફળતાપૂર્વક વિંડ એનર્જી પ્રોજેક્ટ્‌સ ચલાવી રહી છે.

પાવરિકા એ પહેલી એવી ખાનગી ક્ષેત્રની કંપની છે, જેણે પ્રથમ વિંડ ઓક્શન (ઇ-ઓક્શન) મારફતે ગુજરાતમાં ૫૦.૬ મેગાવોટ ક્ષમતાનો પવન ઊર્જા પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો છે. પાવરિકાએ ૨૦૧૯માં આ પ્રોજેક્ટ શરૂ થવાની નિર્ધારિત તારીખના ૧૦૦ દિવસ પહેલા જ આ માઇલસ્ટોન હાંસલ કરી લીધો હતો. એક સમર્પિત પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ટીમ, અદ્યતન ટેક્નોલોજી, અને અડીખમ પ્રતિબદ્ધતા સાથે પાવરિકા ગુજરાતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં એક વિશ્વસનીય ખેલાડી સ્થાપિત થઈ છે. સુઝલોન ગ્રુપ, જે ભારતનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર છે, તેણે સમગ્ર વિશ્વમાં ૨૦ ગીગાવોટ વિંડ એનર્જી (ભારતીય વિન્ડ ટર્બાઇનના લગભગ ૬ GW સાથે) ઇન્સ્ટોલેશનને પાર કર્યું છે. સુઝલોન પાસે ગુજરાતમાં, અને ખાસ કરીને જામનગરમાં વિશ્વ સ્તરીય ઉત્પાદન સુવિધાઓ છે, જે તેમના વૈશ્વિક રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સમાં યોગદાન આપે છે. સુઝલોનના ૧૩ ગીગાવોટથી વધુ વિંડ એનર્જી ઇન્સ્ટોલેશન્સ ભારતમાં છે, જે ગુજરાતને તેમના ડોમેÂસ્ટક ઓપરેશન્સનો આવશ્યક હિસ્સો બનાવે છે.

ગુજરાત – રિન્યુએબલ એનર્જી માટેનું પ્રમુખ સ્થાન

ગુજરાત આજે પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી મેળવવામાં આવેલી તેની કુલ સ્થાપિત ક્ષમતાના ૪૬.૨૪% (ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં) સાથે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રમુખ સ્થાન બન્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ફક્ત ભવિષ્ય માટે ટકાઉ ઊર્જા માટે ગુજરાતની પ્રતિબદ્ધતા જ નથી દર્શાવતી પરંતુ, દેશના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં એક અગ્રણી રાજ્ય તરીકે તેની વર્તમાન Âસ્થતિને પણ મજબૂત બનાવે છે.

વધુમાં, પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ભારતના કુલ વીજ ઉત્પાદનમાં ૧૫.૨% યોગદાન આપીને ગુજરાત રાષ્ટ્રને સ્વચ્છ અને હરિત ઊર્જા વિકલ્પો અપનાવવાની દિશામાં આગળ વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો, નવીન પ્રોજેક્ટ્‌સ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ સાથે, ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ અને વૃદ્ધિ માટે અદ્વિતીય તકો પ્રદાન કરે છે, જે આ ક્ષેત્રના વ્યવસાયો અને રોકાણકારો માટે રાજ્યને ટોચની પસંદ બનાવે છે.

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતની વિશિષ્ટ નીતિગત પહેલો રાજ્યનું ગ્રીન એનર્જી હબમાં રૂપાંતરણ કરવામાં મહ¥વની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી ૨૦૨૨, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી ૨૦૨૧, ગુજરાત સોલર પાવર પોલિસી ૨૦૨૧ અને ગુજરાત વિન્ડ પાવર પોલિસી ૨૦૧૬ જેવી નોંધપાત્ર પોલિસીઓ, સામૂહિક રીતે સસ્ટેનેબલ એનર્જી પ્રેક્ટિસિસ એટલે કે ટકાઉ ઊર્જા પ્રથાઓ અને પર્યાવરણીય સંરક્ષણને આગળ ધપાવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ગ્રીન ગ્રોથ (હરિત વિકાસ), ક્લાઇમેટ ફાઇનાન્સ અને એસડીજી (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ)ની પ્રગતિનું નેતૃત્વ કરશે. ડિકાર્બનાઇઝિંગ ધ ઇકોનોમી, (વાતાવરણમાં ઉત્સર્જિત થતા કાર્બન/કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરી, ઓછા ઉત્સર્જનવાળી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું નિર્માણ), સર્ક્‌યુલર ઇકોનોમી ઓપોર્ચ્યુનિટીઝ (પ્રોડક્ટ્‌સનો પુનઃઉપયોગ અને પુનઃઉત્પાદન કરતી અર્થવ્યવસ્થા જે પર્યાવરણને અનુકૂળ હોય) અને એનર્જી ટ્રાન્ઝિશન જેવા સત્રોના આયોજન સાથે વાયબ્રન્ટ ગુજરાતનો ઉદ્દેશ ગ્રીન એનર્જી હબ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news