અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગવંતુ કર્યું છે જે આવનાર સમય માટે ખૂબ જ લાભદાયી નીવડશે: મંત્રી બલવંતસિંહ રાજપૂત

ડ્રોન શોમાં આયોજિત હરીફાઈમાં વિજેતા થનાર ડ્રોન પાયલોટને એવોર્ડ એનાયત કરતા મંત્રી બલવંતસિંહ રાજપૂત

એકસાથે 100 ડ્રોન આકાશમાં ઉડાડી લોકોનું મનોરંજન કરાયું


અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી બલવંતસિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગવંતુ કર્યું છે જે આવનાર સમય માટે ખૂબ જ લાભદાયી નીવડશે.

મંત્રી બલવંતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં ડ્રોનથી માનવીના ઘણા કાર્યો સરળતાથી થઈ શકશે સાથે જ  તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે, ખેડૂતોને તેમના ખેતરોમાં દવાનો છંટકાવ કરવો એટલે કે એક એકર જમીનમાં 10 લિટર સુધી દવાનો છંટકાવ માત્ર ગણતરીની મિનિટોમાં કરી શકાય છે અને ફિલ્મ કે અન્ય કોઈપણ ક્ષેત્રે ડ્રોન આજે આપણે સૌને ઉપયોગી નીવડી રહ્યું છું.

               

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને ડ્રોન ક્ષેત્રે કાર્યરત કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, અને આવનારા સમયમાં ડ્રોન ક્ષેત્રે વિદ્યાર્થીઓ જોડાય તેમજ રોજગારીની તકો ઉભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રી બલવંતસિંહ રાજપૂતે ડ્રોન સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને માટે ડ્રોન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અંતે મંત્રી બલવંતસિંહે ડ્રોન હરીફાઈમાં ભાગ લેનાર 20થી વધુ ડ્રોન પાયલોટનો શો નિહાળ્યો હતો જેમાં એકસાથે 100 ડ્રોન આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા અને લોકોનું મનોરંજન કરાયું હતું.

ત્યારબાદ મંત્રી બલવંતસિંહ ડ્રોન શોનાં વિજેતા પાયલોટને એવોર્ડ પણ એનાયત કરાયા હતા. આ સાથે જ મંત્રીશ્રીએ આઇ.આઇ.ટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં ગૂજસેઇલના CEO પારૂલ મનસતા, ઇનસાઇડ એફપીવીના કો-ફાઉન્ડર પ્રતીક ગુપ્તા, ગુજસેઇલના માર્કેટિંગ હેડ અરવિંદ સિંહ તેમજ આઇઆઇટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news