જીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ સોલિડવેસ્ટનો ઉપયોગ કરી પેવર બ્લોકનું નિર્માણ કર્યું

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકનું ઉત્પાદન અને તેના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. પરંતુ વપરાશ પછી તેનો યોગ્ય નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા જોવા મળી રહી છે. જે સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ એક મોટો પડકાર છે. પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થાય તે હેતુસર, જીટીયુના સ્ટાર્ટઅપકર્તા કિશન પટેલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના (જીટીયુ)ના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા છે.

આ પ્રકારના સ્ટાર્ટઅપ તેનું નિરાકરણ છે. જે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ સહભાગી થાય છે. જ્યારે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ સ્ટાર્ટઅપકર્તાને સંશોધન બદલ અભિનંદન પાઠવ્યા હતાં. આર્કોન કોમ્પોઝાઈટ્‌સ પ્રોડક્ટ સ્ટાર્ટઅપના કિશન પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ફૂટપાથ અને જાહેર સ્થળો પર લગાવવામાં આવતાં પેવર બ્લોકની જરૂરીયાતને ધ્યાનમાં રાખતાં તેમજ આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થાય તે હેતુસર અમારા દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યું.

૨.૭૫ કિલોના ૧ પેવર બ્લોક ૧૫ ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. શરૂઆતના ધોરણે રીસર્ચ કરવાના હેતુસર, અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન જોડેથી પીરાણા ડમ્પ સાઈટનું ૨૦૦૦૦ કિલો પ્લાસ્ટીક ખરીદવામાં આવ્યું હતું. હાલના સમયે આણંદ નગરપાલિકા પાસેથી ૭ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પ્લાસ્ટીક વેસ્ટ ખરીદીને પેવર બ્લોક બનાવવામાં આવે છે. પ્લાસ્ટીક સહિત તેમાં ટોરેન્ટમાંથી નિકળતી ફ્લાય એસ અને મિકેનિકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી સેન્ડ સ્વરૂપે નિકળતાં વેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news