પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અપીલ

દરેક પરિવાર પાસે ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર-સજભવનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પાતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યમાં કાર્યરત સહકારી સંગઠનો, દૂધ ઉત્પાદક સંઘો, સહકારી ખાંડ ઉત્પાદન સંગઠનો અને સારી ક્ષેત્રના માગેવાનો પાત કૃષિ ઉત્પાદનોના વેચાણ અને માર્કેટ વ્યવસ્થાપનમાં સહયોગ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સહકારી ક્ષેત્રના આગેવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના માર્કેટિંગમાં સહકારી ક્ષેત્રનો સહ્યોગ મળશે તો આ ઈશ્વરીય કાર્યને વધુ વેગ મળશે. સહકારી આગેવાનોએ રાજ્યપાલશ્રીની આ અપીલને એકી અવાજે વધાવી લીધી હતી.

ગાંધીનગર-રાજભવનમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સહકારી ક્ષેત્રના આજૈવાની સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. વિધાનસાના અધ્યક્ષ અને સહકારી અગણી શંકરભાઈ ચૌધરી, અમુલ – ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ શામળભાઈ પટેલ, સહકારી ખાંડ ઉત્પાદક સંઘના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખેતી બેંકના અધ્યક્ષ ડોલરભાઈ કોટેચા ઉપરાંત દોઢથી બે કરોડ નાગરિકોનું નેતૃત્વ કરતા સહકારી આગેવાનોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દરેક પરિવાર પાસે પોતાના પ્રેમિલી ડોક્ટર હોય છે. એમ પ્રાકૃતિક કેમિલી ખેડત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે ઘર,પરિવાર, સ્નેહીજનો અને સાજને પ્રાકૃતિક ખેત પેદાશોનો જ ઉપયોગ કરવા પ્રેરિત કરવા તેમણે સહકારી આગેવાનોને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવૃતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશ અને રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન અને પરિણામદાયી બને એ માટે સતત માર્ગદર્શન અને સયોગ આપી રહ્યા છે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, એટલું જ નહીં વધુને વધુ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે.

પ્રાકૃતિક ખેતીથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે એટલે પૂર સામે રક્ષણ મળે છે અને દુષ્કાળના સમયમાં ભૂમિગત ભેજથી જ ખેતી કરી શકાય છે એટલે દુષ્કળ સામે પણ સુરક્ષા મળે છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર અને ગોળ-બેસન તથા માટી જેવી ખેડૂતો માટે આસાનીથી ઉપલબ્ધ સામગ્રીની જ જરૂર પડે છે, એટલે ખેત ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, ખેડૂતની મહેનત પણ ઓછી થાય છે છતાં ઉત્પાદન અને ગુણવત્તા બંને વધે છે. ભૂમિગત જળસ્તર ઊંચું આવે છે. પર્યાવરણ બચે છે. ગૌમાતાની રક્ષા થાય છે. જમીનની ગુણવત્તા સુધરે છે અને લોકોને ઝેરમુકત-સ્વાસ્થ્યપ્રદ પેદાશો મળે છે. પ્રાકૃતિક ખેતી કરતા થઈશું તો આપણે આપણી આવનારી પેઢીને કઈ આપી શકીશું. તેમણે તમામ આગેવાનોને પ્રાકૃતિક આડાર જ આરોગવા નુરોધ કર્યો હત

રાસાયણિક ખેતીના દુષ્પરિણામો જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતીથી થતા નુકસાન અને ઓર્ગેનિક ખેતી અને નેચરલ કાર્મિંગ (પાકૃતિક ખેતી) વચ્ચેના તફાવત તથા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ વિશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસ્તૃત સમજણ આપી હતી. કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગના અધિક મુખ્ય સચિવ  એ કે. રાકેશ અને રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ મોજુ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આત્માના ખાસ ફરજ પરના અધિકારી ની દિનેશભાઈ પટેલે સ્વાગત ઉદ્યોધન કર્યું હતું અને આત્માના નિયામક પ્રકાશભાઈ રબારીએ સૌનો આભાર માન્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news