ગુજરાતમાં કોવેક્સીન રસીના ઉત્પાદન માટે ભારત સરકારની મંજૂરી
ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની જાહેરાત થઈ છે. ત્યારે હવે કોવેક્શીન વેક્સીન બનાવવામાં ગુજરાતનો મોટો રોલ હશે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિનમાં કોવેક્સીન રસીના ઉત્પાદનને મંજૂરી આપી દેવાઈ છે. ત્યારે જ જલ્દી જ અંકલેશ્વરમાં કોવેક્સીનનુ પ્રોડક્શન શરૂ થઈ જશે. આ વાતની માહિતા આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકો વેક્સીન મુફ્ત વેક્સીન અંતર્ગત દેશની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે.
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. ત્યારે હવે કોવેક્સીનનુ ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. આવામાં અંકલેશ્વર સ્થિત સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિનની વાર્ષિક ૨૦૦ મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
હાલ માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતનું નામ પણ તેમાં જાેડાયું છે. આમ, કોરોના મહામારી નાથવામાં ગુજરાતનો પણ મોટો ફાળો રહેશે.