વિશ્વસ્તરે કોરોના સંક્રમણથી ૧૫ ટકા મોતનો સંબંધ હવા પ્રદૂષણ સાથેઃ રિસર્ચ

કોરોના સંક્રમણને લીધે વિશ્વસ્તરે થયેલી મોતના આશરે ૧૫ ટકા મોતનો સંબંધ લાંબા સમય સુધી હવા પ્રદૂષણવાળા વાતાવરણમાં રહેવાને લીધે થઇ હતી. આ દાવો યુરોપિયન વિજ્ઞાનીઓએ તેમના તાજેતરના એક રિસર્ચ થકી કર્યો હતો. આ રિસર્ચમાં ખુલાસો થયો હતો કે, યુરોપમાં કોરોના વાયરસથી થયેલ મોતમાં ૧૯ ટકા, ઉત્તર અમેરિકામાં કુલ મોતની ૧૭ ટકા અને પૂર્વ એશિયામાં કુલ મોતની ૨૭ ટકા મોતનો સંબંધ હવા પ્રદૂષણ સાથે હતો.

આ રિસર્ચ જર્મનીના મેક્સ પ્લાંક રસાયણ વિજ્ઞાન સંસ્થાના વિજ્ઞાનીઓ કર્યો હતો.
વિજ્ઞાનીકોનું કહેવુ હતું કે આ રિસર્ચમાં કોરોના વાયરસથી જેટલી મોત થઇ અને એમાં હવા પ્રદૂષણને લીધે વસતી પર વધતા ખતરાને લઇને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમનુ કહેવુ હતું કે પરિણામમાં આવેલા પ્રમાણ હવા પ્રદૂષણ અને કોરોના વાયરસ મૃત્યુદર વચ્ચે સીધો સંબંધ દર્શાવતો નથી, પરંતુ હવા પ્રદૂષણને કારણે બીમારીની ગંભીરતા વધે અને સ્વાસ્થ સંબંધી જાેખમો વચ્ચે સીધો અને પરોક્ષ સંબંધ જાેવા મળ્યો હતો.

આ રિસર્ચ દરમિયાન અમેરિકા, ચીનના રિસર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૩માં સાર્સ બીમારીઓના આંકડાઓને પણ રિસર્ચમાં લેવાયા હતા. આ સિવાય જૂન ૨૦૨૦ના આંકડાઓનો ઉપયોગ પણ કરાયો હતો.
જાેકે વિજ્ઞાનીઓનું માનવું હતું કે, મહામારી ખમત થયા પછી આ મુદ્દે શોધની જરુર છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news