અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના

અમદાવાદના ઘાટલોડિયામાં ગોપાલનગરમાં આવેલી પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે.

ઘાટલોડિયાના ગોપાલનગરમાં આવેલી પફ બનાવતી ફેક્ટરીમાં ગેસ ગળતર થવાની ગોઝારી ઘટના બની હતી. આ ફેક્ટરીમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફેક્ટરીમાંથી મળેલી આવેલા ત્રણ મૃતકોના મોત ગુંગળામણને કારણે થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ઘાટલોડિયા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં હાલ પોલીસ દ્વારા ગેસ ગળતરની આ ઘટનામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જોકે હાલ આ ત્રણેય મૃતકોના મોત ગેસ ગળતરથી થયા હોવાનું આનુમાન લગાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news